Posts

Showing posts from August, 2018

બહેન..

'સાઈડમાં બેસી જા, નઈ તો એક લાફો પડશે' 'ચલ ચુપ બેસ' 'તારે મારી સામે બોલવાનું નહી' 'મમ્મી સમજાવી દે આને, મારી સાથે મગજમારી ન કરે'         બસ આવાં જ વાક્યોના વોરમાં રમતા અમારા સંબધો, દર એકાદ બે દિવસમાં થતાં વિશ્વયુદ્ધો, ન્યાયાલયમાં એટલી દલીલ તો વકીલો પણ નઈ કરતાં હોય તેવી અનેક દલીલો અને સામસામા આવી ગયેલા અમે વગર ડીગ્રીના વકીલો. સવારે ઉઠતાંવેત જ એ ટાંગખીચાઈ નો દોર. ક્યારેક મારામારી પર આવી ગયેલું પબ્લિક. આવી તો અનેક પળો, અનેક ઝઘડાઓ, ક્યારેક એવા નાજુક પ્રસંગો નું સાક્ષી બનેલું અમારૂં બાળપણ. તમે સમજી જ ગયા હશો કોના સંબધોની વાત કરવામાં આવી છે, 'એક હઝારો મે મેરી બેહના હૈ' કરતાં પણ 'સાલી ચાપલી' મને તો વધારે પ્રિય છે.            ભાઈ-બહેનનો સંબધ પણ મને એટલો જ પ્રિય છે, તે ધણો અદ્ભૂત હોય છે નહીં; કદાચ સારા મિત્રો મળશે તેનો મને ખ્યાલ નથીં, પણ એક સારા મિત્ર બનવાની કે બનાવવાની શરૂઆત તો આપણા ઘરથી જ થાય છે તે અક્ષરસહ: ભાઈઓ તથા બહેનો થી જ થાય છે. જ્યારે હું બેઠોને આ સંબધોનો સરવાળો કરવા ત્યારે ઘણાંની બાદબાકી કરવી પડી પણ તે મારી બહેન માટેનો પ્રેમ જ ...

coffee વીથ Krishna...

              वसुदॆव सुतं दॆवं कंस चाणूर मर्दनम् ।               दॆवकी परमानन्दं कृष्णं वन्दॆ जगद्गुरुम् ॥        I offer my obeisance’s to Lord Kṛṣṇa, the beloved son of Vasudeva, who killed the great demons Kaṁsa and Cāṇūra, who is the source of great joy to Mother Devakī; and who is indeed a world teacher and spiritual master of the universe.             બસ આવા જ શ્લોકો સાથે ઉગતું મારૂં સવાર, ભલે તે કદાચ મને અત્યારના Smart, Dashing, Yo લોકોથી જુદુ પાડતું હોય, ભલેને પછી મને જુના જમાનાના ફાટેલા ચોપડા સાથે સરખાવવામાં આવતો હોય. પરંતુ આવા શ્લોકો સાથેનું સવાર એટલે જીવનના જુદા જુદા રંગોમાં એક અનોખો રંગ ભરતો એક નવો જ અધ્યાય.  તેમાં પણ દિવસની સવાર અને આખાય દિવસની શરૂઆત એ પણ શ્રી ક્રુષ્ણ સાથે.અરે આમ વિચારકો, પંડીતો, કથાકારોના ક્રુષ્ણ નહીં.             અને આમ  શ્રી ક્રુષ્ણ કહેવું પણ થોડું વજનદાર લાગે છે ને, પણ માર...