મુલાકાત
કોઈકે સાચું જ કહ્યું છે, એક પશુને તમે જેટલો પ્રેમ આપશોને તેનાથી બે ગણો પ્રેમ તેઓ બદલામાં તમને કરશે, તમારા પ્રત્યે વફાદાર રહેંશે. તેમનું આ માણસો જેવું થોડું છે સાલું કામ પતી ગયા પછી તું કોણ ને હું કોણ ? તેમને માત્ર જરૂર છે આપણા પ્રેમની આપણી હૂંફની. અને વધારેમાં તેઓ આપણી પાસેથી બીજું કઇક મેળવવાની આશા પણ રાખતા નથી. તેઓ તરફ દર્શાવવામાં આવેલો આપણો 'પ્રેમ' તેઓ એ થોડા ઘણા પ્રેમના બદલામાં પોતાની આખીયે જીંદગી આપણા પ્રત્યે વફાદાર રહે છે. ઘણી વાર આપણે જ તેમની લાગણીઓને અથવા તો તેઓ શું કહેવા માંગે છે તેને સમજી શકતા નથી, અને તેમના શબ્દો સમજવા માટે પણ તેમની સાથે થોડો સમય ગાળવો પડે તેમને સમજવા પડે અને તે શક્ય ક્યારે બને જયારે તેઓ આપણી પાસે, આપણી સાથે સુરક્ષીત મહેસુસ કરવા લાગે ને ત્યારે, જયારે તેમને સમજાઈ સમજાઈ જાય ને કે હવે મને આ વ્યક્તિથી કોઈ જ ખતરો નથી, બસ ત્યારથી જ તેઓ તમારી સાથે દિલ ખોલીને વાતો કરશે. કદાચ માણસ તમારો ભરોસો તોડી શકે પણ આ મૂંગા પશુઓ ક્યારેય તમારી સાથે સ્વાર્થી નહીં બને. ઘણી વાર આપણા જીવનમાં ...