Posts

'ઈશ્વરની ઓળખાણ'

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભારતીય સંસ્કૃતિનીના આ ચાર અગત્યનાં અંગો. ભારતીય સંસ્કૃતિ એટલે હજારો વર્ષ જૂની આ સંસ્કૃતિ, ને તેની ભવ્યતા પણ ઉડીને આંખે વળગે તેવી. આવી ભવ્ય સંસ્કૃતિના આપણે સંતાનો તેના કર્મો, વચનો ને વિચારોમાં માનનારા આપણે સૌ. આ સંસ્કૃતિ એટલે વેદ-વેદાંતોની સંસ્કૃતિ, રામ ને કૃષ્ણની સંસ્કૃતિ. પ્રાચીન ભારત અને અર્વાચીન ભારત વચ્ચેનો ભેદ આપણે સૌ કોઈ સારી રીતે જાણીએ છીયે. પરંતુ ભારત અને તેની ભારતીયતા સાવ મરી નથી પરવારી, એ દ્વારિકાધીશ નું ભારત હજીયે આપણા સૌ મા ક્યાંક ને કયાંક જીવીત છે. મારુ જીવન ઈશ્વર ચલાવે છે તે વિચારધારામાં માનનારા આપણે સૌ છીયે. પૃથ્વીના આદિ થી લઈને જે પણ ઘટનાઓ, ફેરફારો થયા છે અને આવનાર સમયમાં થવાના છે તે બધું જ ઈશ્વર ઈચ્છા ને આધીન છે.            ઈશ્વરે આપણને બનાવ્યા, પશુ પંખીઓને જીવ આપ્યો, વૃક્ષોને પણ ચેતના આપી. અને આપણને ગીતા દ્વારા કહ્યું પણ ખરું ममैवांशो जीवलोके। દરેક જીવમાં મારો અંશ છે, હું તમારી પૃથ્વીના કણ કણ માં વ્યાપીત છું. આપણને ખબર છે કે તેમની ઈચ્છા વગર પાંદડુંય હલતું નથી તો પછી સવાલ થાય કે આપણે દુઃખી કેમ થઈએ છીએ, પહેલા પ્રભ...

"કર્મ એ જ પરમેશ્વર"

          તે દિવસે બપોરના બે વાગ્યા હશે, હું ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર મારી ગાડીની રાહ જોઇ રહ્યો હતો. અરે કાળઝાળ ઉનાળાનો આ તપતો સુરજ જાણે મોઢેથી આગ વરસાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. શરીરના અંગો પણ દાજતા હતાં, આકાશમાં કોઈ પક્ષીઓ પણ દેખાતા નહોતાં,  ટ્રેઈન પકડવાવાળા લોકોની ભીડ પણ કાઈ ઓછી નહોતી, પણ સૌ કોઈ ગરમીથી બચવા માટેના અલગ અલગ નુસખાઓ અપનાવી રહ્યા હતાં. મુખ્યત્વે કોઈ  એક્સપ્રેસ કે સુપરફાસ્ટ ટ્રેઇનના જનરલ કોચ એન્જીન પછી જ હોય છે ને ત્યાં પરલેટફોર્મના આગળના ભાગે હોય છે. ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 ના આગળના ભાગે વડોદરા તરફ જવા જ્યાં ટ્રેઇન ઉભી રહે છે ત્યાં ઉપર છાંયો મળે તેવી વ્યવસ્થા ત્યાં નહોતી તેથી લોકો ગરમીથી બચવા માટે પ્લેટફોર્મના છાંયડાવાળા ભાગે જ ઉભા હતા.          પ્લેટફોર્મ પર આવ્યા પછી થોડી વાર થઈ હશે ત્યાં હું પણ આ ગરમીના પ્રકોપથી બચવા પેલા લોકોના ટોળા સાથે ત્યાં જ પ્લેટફોર્મના છાંયડા વાળા ભાગે પતરાં નીચે ઉભો રહ્યો. ને ત્યાં જ અચાનક મેં કંઈક એવું જોયું જેણે મને મુજવતાં ઘણાં બધા પ્રશ્નોના ...

મુલાકાત

Image
                    કોઈકે સાચું જ કહ્યું છે, એક પશુને તમે જેટલો પ્રેમ આપશોને તેનાથી બે ગણો પ્રેમ તેઓ બદલામાં તમને કરશે, તમારા પ્રત્યે વફાદાર રહેંશે. તેમનું   આ માણસો જેવું થોડું છે સાલું કામ પતી ગયા પછી તું કોણ ને હું કોણ ? તેમને માત્ર જરૂર છે આપણા પ્રેમની આપણી હૂંફની. અને વધારેમાં તેઓ આપણી પાસેથી બીજું કઇક મેળવવાની આશા પણ રાખતા નથી. તેઓ તરફ દર્શાવવામાં આવેલો આપણો 'પ્રેમ' તેઓ એ થોડા ઘણા પ્રેમના બદલામાં પોતાની આખીયે જીંદગી આપણા પ્રત્યે વફાદાર રહે છે. ઘણી વાર આપણે જ તેમની લાગણીઓને અથવા તો તેઓ શું કહેવા માંગે છે તેને સમજી શકતા નથી, અને તેમના શબ્દો સમજવા માટે પણ તેમની સાથે થોડો સમય ગાળવો પડે તેમને સમજવા પડે અને તે શક્ય ક્યારે   બને જયારે તેઓ આપણી પાસે, આપણી સાથે સુરક્ષીત મહેસુસ કરવા લાગે ને ત્યારે, જયારે તેમને સમજાઈ સમજાઈ જાય ને કે હવે મને આ વ્યક્તિથી કોઈ જ ખતરો નથી, બસ ત્યારથી જ તેઓ તમારી સાથે દિલ ખોલીને વાતો કરશે. કદાચ માણસ તમારો ભરોસો તોડી શકે પણ આ મૂંગા પશુઓ   ક્યારેય તમારી સાથે સ્વાર્થી નહીં બને. ઘણી વાર આપણા જીવનમાં ...

નવુ વર્ષ.

                 નવુ વર્ષ ઘણા બધા વિચારો નવા નવા ઈરાદાઓ સાથે આવ્યું તો ખરું , પરંતુ આ વર્ષને અંતે પણ ઘણાખરા અંશે તો આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહેવાના છીએ , કદાચ વર્ષની શરૂઆતના એકાદ બે દિવસ આપણે તેને નવું વર્ષ સમજીને આગળ વધીશુ , પરંતુ પછી આપણી આળસ તેને ત્યાંનું ત્યાં જ લાવી ને મૂકી દેશે . ઘણી વાર આપણે સૌ આપણી પોતાની એટલી મોટી વિશલીસ્ટ બનાવી લઈએ છીએ , તે પાછળથી ખરેખર આપણા માટે ખુબ જ મોટી લાગે છે એટલે કે આપણા ગજા બહારની લાગે છે . તેનું કારણ પણ કેવું !!! આપણને ઘણો મોટો કૂદકો મારવો હોય છે પણ તે કુદકા માટે આપણે એટલા સક્ષમ છીએ કે નહીં તેની આપણને ખબર જ નથી ... જે કામ અથવા તો નવા વર્ષના ગોલ આપણા હોય છે તેને નાના નાના સ્ટેપ્સમાં પુરા કરવાની જગ્યા એ આપણને તો ઉતાવળ ઘણી હોય છે , પહેલા તો આપણે એ નક્કી કરવું પડે છે કે આપણે આ વર્ષમાં કરવાનું શું છે અને કઈ રીતે . સાથોસાથ પાછળના વર્ષનો હિસાબ કિતાબ પણ ધ્યાનમા...

coffee with krishna

part 2                    સામે સર્જનહાર પોતે બેઠો હોય , પગ પર પગ ચઢાવી મસ્ત મજાથી બેઠા બેઠા જાણે આખાય જગતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો   હોય . ચહેરા પર મલકાતું એ સ્મિત , અને સ્મિત વહેંચવાવાળો ગોપાલ પોતે . આમ તેમને જોતા જ આ સુસ્ત શરીર અને કોફી પણ મધમીઠી લાગવા લાગે . તેમના મુખ પરના એ સંતોષના ભાવો . આખાય જગતના પાલનહારને ' હું જ જગત ચલાવું છું ' એવું હું પણું તો તેમનામાં ક્યાંય પણ દેખાતું નથી અને આપણે બે - ચાર સારા કામ કરીને દુનિયાને કહેવા બેસી જઈએ છીએ . જગતને ચલાવનાર પોતે આટલો પરોપકારી હોય , આટલો તેજોમય હોય , નિઃસ્વાર્થ હોય , તો આપણે તેમના જ સંતાનો આમ ખોટે ખોટા જ   હું પણા ના ભાવ સાથે શુ કામ ફરતા હોઈએ છીએ .                       પહેલા તો પરમકૃપાળુ પરમેશ્વરને તેમની કોફી શેર કરતા જો...