21મી સદીમાં ભગવાન.
"God, અલ્લાહ ઓર ભગવાન, ને બનાયા ઈક ઈન્સાન" "ભગવાન" આખાય જગતમાં ભાગ્યે જ અપવાદરૂપ કોઈક એવું હશે જે આ નામથી પરિચિત ન હોય. ભાગ્યે જ કોઈ એવા નાસ્તિક હશે જે આ શબ્દને ન માનતો હોય, આ શબ્દનો ખરેખર અર્થ ન જાણતો હોય.પરંતુ પરમ પરિચિત પરમાત્મા તો પુથ્વીના કણ કણમાં વ્યાપેલા છે, એમ કહેવામાં આવે છે. તે આ સદીમાં ભલે ન દેખાતા હોય પણ તેઓ ડગલે ને પગલે આપણી સાથે છે તે તો નક્કી જ છે. પણ હવે, આપણે જ આપણા જ લોકોએ ભગવાનના પણ ભાગ પાડ્યા છે, ધર્મના નામે આજે ભગવાનને પણ છેતર્યા છે. જગતના પાદંડાથી માંડી ને પર્વતનુ પણ સર્જન કરનાર ભગવાનનો મોલ હવે રૂપિયામાં અંકાતો થયો છે,ભગવાનના પણ ભાવ-તાલ ચાલે છે. તેમણે જ સર્જેલી વસ્તુઓ તેમને જ ધરાવીને માનવી પોતાના સ્વાર્થની માગણીઓ તેમની પાસે કરતો આવ્યો છે. હવે તો એ સર્વશક્તિમાન પરમાત્મા પણ ધર્મના નામે ચાલતા ધતિંગો સામે લાચાર બન્યો હોય એમ લાગે છે. આ સદી ના લોકો પણ ગરીબી નહી, પોતાના મજહબ માટે લડે છે, આજે લોકો ભ્રષ્ટ અધિકારીઓને લાઈનમાં ન ઊભા રહેવું પડે અને જલદી કામ પતે ...