વેકેશન
સવારથી સાંજ સુધી નો ટેન્શન આ હા વેકેશન !
સવારે ઊઠીને ટીફીન કે નાસ્તાનો ડબ્બો ઉઠાવીને ચાલતા થવું, એક એવી સફર પર જ્યા મન હોય કે ન હોય, જવું ગમતું હોય કે ન ગમતું હોય, ગમે તેટલી આળસ આવતી હોય તો પણ ત્યાં જવું એ તો ફરજીયાત છે; વાત કરી છે અહીંયા એ ઓફિસની, નાનાથી માંડીને મોટાઓ સુધી કોઈ નોકરી થી કંટાળ્યા હોય છે, કોઈ સ્કૂલ-કોલેજથી. વર્ષના મોટાભાગના દિવસોમાં સવારથી સાંજ સુધી મથવુ, સવારે નવ ના ટકોરે ટીફીન સાથે નિકળવું સાંજે એ ખાલી ડબ્બાઓ સાથે ઘરે આવવું, અને પાછા બીજા દિવસની રાહ જોતાં સુઇ જવું. આવા રૂટીનથી કંટાળેલો માણસ જ્યારે રજાનું નામ સાંભળે ત્યારે તેના મનનો ઉત્સાહ તો સાતમા આસમાને પહોંચી ગયો હોય છે. સુવર્ણકાળ કહો કે મજાથી જીવવાની એ બે પળો; એ સમયને માણસ ક્યારેય મીસ કરવા નથી માંગતો...
"વેકેશનની રજા
મનભરીને જીવવાની મજા"
આ વેકેશનના દિવસો ઘણાં જ અદ્ભૂત હોય છે. હોસ્ટેલથી ઘરે આવેલા એ સ્ટુડન્ટ નો હાશકારો તેના હાવભાવ પર જ ઝળકે છે. નાના બાળકો તો વેકેશનની ઘોર તપસ્યામાં જ લીન હોય છે. નાનાથી માંડીનો મોટા સૌ વેકેશનને મનભરીને માણવાની તાકમાં હોય છે..
વેકેશન ના દિવસો નોર્મલ રૂટીનલાઇફ થી સાવ જુદા જ લાગે છે, બાળકો માટે તો ખાવું, રમવું, ફરવું ને સુવું આજ વેકેશન.
નાનપણની એ વેકેશનમાં રમાતી રમતો પણ કઇંક અનોખો જ ઉત્સાહ જન્માવે છે; ગુલ્લી ડંડા, આંબલી પીપડી જેવી રમતો તો હવે લુપ્ત થવા લાગી છે તેની જગ્યા હવે વિડીયોગેમ્સ એ લીધી છે. લખોટી અને ભમરડા ની તો આજની પેઢીને ઓળખાણ કરાવવી મુશ્કેલ થઈ પડે છે, તેની જગ્યા સ્માર્ટ ફોન, સ્માર્ટ ડિવાઈસીસ એ લીધી છે. વેકેશનની બીજી એક મજા ભરબપોરે ખાવામાં આવતા એ આઈસ ગોલાની છે. ઓફિસમાં કલાકો કાઢવાની ગણતરીમાં પસાર થતો એ દિવસ વેકેશનમાં કેટલો જલદીથી વિતી જાય છે તેની ખબર જ રહેતી નથી..
વેકેશન નો મુખ્ય પડાવ તો મામાનું ઘર હોય છે, જાણે કુંભ મેળો જામ્યો હોય એવી ધમાચકડી થાય છે.
છેલ્લે એટલું જ કે 'વેકેશન' વ્યક્તિને ને યાદ કરાવે છે કે
માણસ માણસ છે, કોઈ 'મશીન' નથી.
-akkido🖎

Comments
Post a Comment