Posts

Showing posts from May, 2018

મમ્મી પપ્પા અને management

લોકો પુછે છે કોઇક છે એવું ! કે જેણે ભગવાનને દ્રશ્યરૂપે કે અદ્રશ્યરૂપે જોયાં છે, ભગવાન પ્રત્યે સંપુર્ણ શ્રદ્ધા ધરાવતો માણસ પણ ક્યારેય એવી પરિસ્થિતિઓમાં તેમની ઉપરનો વિશ્વાસ ખોઈ બેસે છે તેની શ્રદ્ધા ડગમગવા લાગે છે. સર્જનહાર પણ માનવીના આ સ્વભાવને સારી રીતે ઓળખતો હશે, માટે જ તેમણે પોતાના અંશસ્વરૂપ મમ્મી-પપ્પા ની ભેટ આપણને આપી. પુથ્વી પર લોકોએ ધર્મના અનુસંધાનમાં ભગવાનના તો ઘણાં સ્વરૂપો દરશાવ્યા છે, પણ આપણી જ સુખાકારી માટે પોતાનું સર્વસ્વ ત્યજી દેનાર સાક્ષાત બ્રહ્મસ્વરૂપ આપણા મમ્મી-પપ્પાની આપણે કેટલીક વાર અવગણના કરીએ છીએ. તેમના પર આવતો ગુસ્સો, તેમની વાતો પ્રત્યેનું આપણું ચિડચિડીયાપણુ, ક્યારેક તેમની અદેખાઇ આ બધું જ આપણને કળિયુગરૂપી રાક્ષસના દર્શન કરાવે છે, બાળક જયારે નાનું હોય ત્યારથી લઇને તે યુવાન બની પગભર ન થાય ત્યાં સુધી તેની નાનામાં નાની જરુરિયાતો ને લઇને હંમેશા સભાન હોય છે મમ્મી-પપ્પા. પણ જ્યારે તેમનું શરીર કામ આપતું બંધ થાય, તેઓ પોતાની વુધ્ધાઅવસ્થામાં પહોંચે છે ત્યારે તેમને પોતાના જ બાળકો ધ્વારા તિરસ્કાર નો સામનો કરવો પડે ત્યારે વિચારો આખુંય જીવન આપણી સુખાકારી માટે સમર્પીત કરનાર એ મમ્મ...