Posts

Showing posts from September, 2018

પોતાને પોતાનામાં જ શોધીએ.

 બધાના મનમાં કોઈક ને કોઈક આશાઓ હોય જ છે, કેટલાક સપનાઓ હોય છે. સો, મારી લાઈફ પણ પેલા નોર્મલ એન્જીનીયરીંગ સ્ટુડેંટ્સ છે ને તેવી જ, સાથે સાથે મારા એન્જીનીયરીંગ લેવા પાછળની ઇનસાઇડ સ્ટોરી પણ જબરજસ્ત હતી. લેતા લેવાય તો ગયું એન્જીનીયરીંગ પણ પછી એમ થયું કે ક્યાં સુધી આમ થાય છે એટલે ચલાવીશ, જાણે ઘેટાંબકરાઓનું જૂંડ ના હોય તેવી જ હાલત અમારી છે. એક જ દિશા નક્કી કરીને નીકળવાનું, તેમ બીજાઓ પણ તેની કોપી કરતા ત્યાં સુધી પહોંચી જાય, અને પછી અધ્વચ્ચે આવીને ખબર પડે કે 'સાલું ખોટો રસ્તો પકડાઈ ગયો'.  ડિપ્લોમા સુધી તો એમ જ લાગતું હતુ  એન્જીનિયરિંગને જેટલું ધિક્કારી શું તેટલું જ તે પાછળ ભાગશે, તેથી જ તો બીજા હઝારોની જેમ આપડે પણ લાઈફ સાથે કોમ્પ્રોમાઈઝ કરીને આપણી જર્નીની શરૂઆત તો કરી જ દીધી, ને પછી ઘણા બધા દૂર આવીને ખબર પડી કે સાલું હું તો એન્જીનીયરીંગ માટે બન્યો જ નથી. ત્યારે થોડું લાગી આવ્યું, એમ લાગ્યું હવે આગળ તો કઈ જ થશે નહીં મારાથી, હું તો લૂઝર છું. કોઈક વાર એમ પણ થયું કે યાર હું નાછૂટકે જ આ બધું કરી રહ્યો છું, સાલું આ મેથ્સ ના મોટા મોટા ફોર્મ્યુંલા ગળે ઉતરતા નહોતા, ટેક્નિકલ નોલેજ ની...

ઈશ્વર

મેં જોયા તો નથી એમને, પણ મેં અનુભવ્યા છે. ઠંડી હોંય કે ગરમી, દિવસ હોય કે રાત,સુખ હોય કે દુઃખ એમ લાગે છે તે સાથે ન હોવા છતાં પણ તે હમેંશ સાથે છે. ક્યારેય આપણને વિચાર તો આવ્યો જ હશે ને સાચે જ ભગવાન ખાલી આમ મૂર્તિમય સ્વરૂપે જ હશે, તેઓ ખાલી મંદિરો, મઝીદમાં જ નિવાસ કરતા હશે ? આપણનેતો મંદિરે જઈએ ત્યારે અનુભૂતિ થાય કે હા આજે હું મંદિરે ગયો છું, ભગવાનને મળવા. તે સર્વવ્યાપી તો છે જ પરંતુ શું આપણે તેમની સર્વવ્યાપક્તામાં સાચે જ રસ દાખવીએ છીએ ?  'કણ કણમાં ઈશ્વર, ને જીવ જીવ માં પરમેશ્વર' આવી પંક્તિઓ આપણને મોટી મોટી ચેરિટી સંસ્થાઓ, દેવસ્થાનોમાં વાંચતા જ હોઈએ છીએ, પરંતુ તેને સમજવાની તેને ધ્યાનમાં લેવાની તસ્દી છે આપણી પાસે ? પૃથ્વી પરનો દરેક અંશ તેમની વ્યાપકતાનું દર્શન કરાવતો રહ્યો છે, પૃથ્વી પરનો જીવમાત્ર તેમના ચમત્કારોનું એક મોટું ઉદાહરણ છે. છતાં પણ આપણે તેમના હોવાના પુરાવાઓ શોધતા ફરીયે છીએ. કોઈક વાર આપણો વિશ્વાસ તેમના પ્રત્યે ઓછો જણાય છે. '' ક્યારેક એવી ભયંકર મુશ્કેલીઓ આવી પડેને ત્યારે, ભગવાનને યાદ કરાય છે, અને પછી પણ જો એમ લાગે કે સામેથી સરખો રિસ્પોન્સ નથી મળતો ત્યારે, આપણું ધા...