પોતાને પોતાનામાં જ શોધીએ.

 બધાના મનમાં કોઈક ને કોઈક આશાઓ હોય જ છે, કેટલાક સપનાઓ હોય છે. સો, મારી લાઈફ પણ પેલા નોર્મલ એન્જીનીયરીંગ સ્ટુડેંટ્સ છે ને તેવી જ, સાથે સાથે મારા એન્જીનીયરીંગ લેવા પાછળની ઇનસાઇડ સ્ટોરી પણ જબરજસ્ત હતી. લેતા લેવાય તો ગયું એન્જીનીયરીંગ પણ પછી એમ થયું કે ક્યાં સુધી આમ થાય છે એટલે ચલાવીશ, જાણે ઘેટાંબકરાઓનું જૂંડ ના હોય તેવી જ હાલત અમારી છે. એક જ દિશા નક્કી કરીને નીકળવાનું, તેમ બીજાઓ પણ તેની કોપી કરતા ત્યાં સુધી પહોંચી જાય, અને પછી અધ્વચ્ચે આવીને ખબર પડે કે 'સાલું ખોટો રસ્તો પકડાઈ ગયો'.
 ડિપ્લોમા સુધી તો એમ જ લાગતું હતુ  એન્જીનિયરિંગને જેટલું ધિક્કારી શું તેટલું જ તે પાછળ ભાગશે, તેથી જ તો બીજા હઝારોની જેમ આપડે પણ લાઈફ સાથે કોમ્પ્રોમાઈઝ કરીને આપણી જર્નીની શરૂઆત તો કરી જ દીધી, ને પછી ઘણા બધા દૂર આવીને ખબર પડી કે સાલું હું તો એન્જીનીયરીંગ માટે બન્યો જ નથી. ત્યારે થોડું લાગી આવ્યું, એમ લાગ્યું હવે આગળ તો કઈ જ થશે નહીં મારાથી, હું તો લૂઝર છું. કોઈક વાર એમ પણ થયું કે યાર હું નાછૂટકે જ આ બધું કરી રહ્યો છું, સાલું આ મેથ્સ ના મોટા મોટા ફોર્મ્યુંલા ગળે ઉતરતા નહોતા, ટેક્નિકલ નોલેજ ની વાત આવે તો આપડે તો એમાં પણ એટલા ધારદાર નહીં, પણ તેની સાથે સાથે આ એન્જીનીયરીંગના છ વષો શીખવાડી પણ ઘણું બધું જવાના છે એવી મને ક્યાં ખબર હતી, ધીમે ધીમે એન્જીનીયરીંગ પણ આગળ વધી રહ્યું છે, ને બીજી તરફ મમ્મી-પપ્પાની મારા પ્રત્યેની આશાઓ અપેક્ષાઓ, કોઈક વાર એમ મારા માટે તેઓની મહેનત અને પરિશ્રમ જોઈને એમ પણ લાગતું, કે હું તેમની મહેનત અને પૈસા વેડફી તોહ નથી રહ્યોને, તેમના રાત દિવસનાં ઉજાગરાઓ તથા તેમના પરસેવાનો મોલ હું સાચે જ ચૂકવી શકીશ ખરો....?
             જયારે માણસને પોતાની પેશન ખબર ન હોય, અને જ્યાં સુધી તેને પોતાનો ઇન્ટ્રેસ ખબર પડે ત્યાં સુધીમાં ઘણી વાર ઘણું જ મોડું થઇ ચૂક્યું હોય છે. માણસ આ સમયગાળા દરમિયાન ઘણા એવા એવા નિર્ણયો લઇ ચુક્યો હોય છે જે તેના આખાય જીવનમાં તેનો પડછાયો બનીને તેને પજવવાના હોય છે. હું આટલું નૅગેટીવ લખી રહ્યો છું તેનું કારણ પણ માત્ર એક નિર્ણય... અને હા તે નિર્ણય લઇ લીધા પછી તેને સાચો કે ખોટો પુરવાર કરવો તેની જવાબદારી પણ આપડી જ બને છે ને. મારી સાથે પણ આમ જ થયું, ધોરણ 10 ના રિઝલ્ટ પછી એ 15 વર્ષના છોકરાને સપનામાંય ખબર નોહતી કે તેને શું ગમે છે, તેનો ઇન્ટ્રેસ શેમાં છે..? આગળ વધવાના મોટામોટા સપનાઓ તો તેણે પણ જોયા હતા, તેણે પણ બધાની જેમ ઘણું બધું વિચારી રાખ્યું હતું, પરંતુ પ્રોબ્લેમ ત્યાં હતો કે તેને તેની પૅશન જ ખબર નહોતી. આજુ બાજુ જોયું બિચારાએ તો લોકો પોતાના શોખ, પોતાને ગમતા કામ પાછળ નહીં, પણ પૈસા પાછળ ભાગી રહ્યા હતા. જ્યાં જુઓ ત્યાં બસ હરીફાઈ, એકબીજાથી ચઢિયાતા બનવાની ગજબની રેસ જામી હતી. અને તેમાં મારા જેવું એક પ્યાદું વધારે ઉમેરાયું.
            સો,એન્જીનીયરીંગની શરૂઆત તો થઇ ગઈ, ને સાથે મળી સારા અને ખરાબ અનુભવોની હારમાળા. શીખવાનું તો ઘણું  હતું, ને સાથે સમજવાનું પણ એટલું જ. શીખવા સમજવાના આ દોર માટે એવું થયું કે આ એન્જીનીયરીંગ ઘણું શીખવાડી દેશે. બોસ આ એન્જીનીયરીંગે ઘણું બધું સમજાવી પણ દીધું. ઘરથી દૂર રહીને ઘરને ચલાવવું પોતાના હાથેથી બનાવેલું પોતાને જ ભાવવુ, સુખ આવે કે દુઃખ, વાયવા હોય કે હોય મેઈન એકઝામ્સ બસ તેના સામે લડી લેવાની તૈયારી બતાવવી, આ બધી અમારા એન્જીનીયરીંગની જ તો દેન છે. આ એન્જીનીયરીંગે મેક-ડી, ને ડોમિનોઝમાં જઈને સારું સારું જમતા પણ શીખવાડ્યું ને કોઈક વાર ભુખ્યા પેટે સેવ-મમરા ખાઈ ને સુતા પણ. નોર્મલ ઊંઘ સવારે નવ વાગ્યા સુધીની લેતા એટલે કે આઠ નવ કલાક તો ખરી જ, ને એકઝામ્સ સમયે માત્ર બે ત્રણ કલાક જ સુવાની ટેવ આ એન્જીનીયરીંગએ પાડી દીધી, સપનાઓ જોવા જ જોઈએ ભલેને પછી તે પુરા ન થાય, અને પુરા કરવા એ ધાર્યું જ છે તો પછી તેના માટે તનતોડ મહેનત પણ કરવી પડેને. ઘણી જ વાર એમ થાય કે લોકો શું વિચારશે, જો હું પોતે મારી જ વાત કરું તો, મને મારો આ થોડું ઘણું લખવાનો શોખ ક્યાં સુધી લઇ જશે. શું આ લખવાના શોખને જ હું મારુ પ્રૉફેશન બનાવી શકીશ? શું આ શોખ મને એટલા પૈસા અપાવી શકશે જેનાથી હું મારા મમ્મી પપ્પા ને ખુશ કરી શકું. 
              ક્યારેક ઘણા લોકોનું સાંભળતો આવ્યો છું, પોતાને ગમતું જ કામ કરો, અને પોતે હું મારી સમકક્ષના અને મારાથી નાનાઓને સલાહ આપતા કહું છું કે 'પોતાને ગમતું કામ કરો, પોતાને ગમતું કામ ભલે તમને સારા પૈસા ના અપાવી શકે, પણ તે કામનો સંતોષ અમૂલ્ય છે.' આ બધી જ વાત સાચી છે પણ ક્યારેક માણસ એવી પરિસ્થીમાં મુકાઈ જાય છે ને કે ''ના કહેવાય કે ના સહેવાય.'' અને આ સંતોષ એકલાથી તો ક્યાં પેટ ભરાય જ છે સાહેબ, થોડા પૈસા પણ જોઈએને પેટ ભરવા માટે...! સાથે સાથે કેટલા બધાની આશાઓ સંતોષવાની હોય છે બોસ, લિસ્ટમાં પહેલું નામ તો પપ્પા, કે જેઓ રાત દિવસ એક કરીને મારા જ માટે મથે છે, મમ્મી કે જેઓ પણ નાનામોટા કામ કરીને મને સપોર્ટ કરે છે, ભાઈ બહેન કે જેઓ આમારા બધાના ભણતર અને મમ્મી-પપ્પા ને મદદરૂપ થવા માટે પોતપોતાના શોખ દાવ પર મૂકી રહ્યા છે; બસ આમ થાયને ત્યારે મારી અંદર બેઠેલો માણસ જોરથી રડી રહ્યો હોયને તેવું લાગે, કારણ કે, ઘણા બધાની ઘણી ખરી આશાઓને મારે જ પોષવાની છે. મમ્મી પપ્પાના સપનાઓ પુરા કરવા છે, ભાઈ બહેન ના શોખ પુરા કરવા છે. જે જે વસ્તુ પૈસાની કમીને લીધે અથવાતો બીજા અન્ય કોઈ કારણોસર હું નથી કરી શક્યો તે તેઓ પુરા કરી શકે, અને જે મજા જે જલસા મેં કર્યા છે, તેની 10% જેટલી ખુશી મારા મમ્મી પપ્પા ના ચહેરા પર પણ લાવી શકું ને તેવી ઈચ્છા ઘણી છે,અરે તે ઈચ્છા તોહ મારા જેવા ઘણાની છે ને. અને હા, આ ઉપર લખ્યું એનો મીનિંગ એમ પણ નથી હું ગરીબ છું, અને હું મારી ગરીબાઈનું વર્ણન કરી રહ્યો છું અથવા તો કોઈ મદદ કોઈ પાસે માંગી રહ્યો છું. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ આપણે બધાં જ કોઈ નાની કે મોટી ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી જ રહ્યા હોઈએ,  આપણે સૌને આપણી આ એઈજમાં ઘણા બધાની આશાઓ સંતોષવાની હોય છે, પણ તે માટે પોતાનામાં જ કૈક નવું શોધવું પડશે બાકી ગામ આખુંય એકબીજાની કોપી કરવામાં પાછળ નથી. ઘણી વાર આપણને ગમતા કામમાં એમ પણ થાય કે આવી ફાસ્ટ લાઈફમાં મને કોણ પૂછશે, મને કોઈ ઓળખશે કે નહીં, ક્યારેક ઘણા એમ પણ વીચારશે 'ચલો યે મફતકા જ્ઞ્યાન બાટને આ રહા હે' લોકો એમ પણ કહેશે ભાઈ તારી ફિલોસોફીમાં અમને કોઈ જ દીલજસ્પી નથી. પણ આ બધાથી પર મારુ કામ મને ગમે છે ને, તે જ મારા માટે બસ છે. જિંદગીને એ મુકામ પર લઇ જવી છે ને કે હું તો ખુશ રહું જ મારા કામથી પણ મને અને મારા કામને જોઈને બીજા દસ લોકો ના મોઢા પર પણ સ્માઈલ આવી શકે. 'ચલો આ સાથે જ આજનું જ્ઞાન સમાપ્ત થયું😂.'     

@akkido🖎

Comments

  1. એકદમ સાચી વાત કીધી દોસ્ત! 👏☺️

    ReplyDelete
  2. 🙌🙌🙌🙌🙌 ખૂબ જ સરસ...

    આ લેખ નહિ, પણ તમારી મનોમન સમસમતી એ ફિલીંગ્સ છે, જેને આજે હકીકતમાં બહાર આવવું પડ્યું.

    આ માત્ર કલમનો જ કમાલ નથી, પરંતુ કલમ અને રૂંધાતા મન બંનેનો સમન્વય છે, લાગણીઓનો નિચોડ છે. વચ્ચે તો હું પણ ડૂબી ગયો હતો એ લાગણી રૂપી સમુદ્રમાં 🌊 બોસ.
    Mind blowing..!! Awsome. Jkkkaass.

    Keep it up. 👍

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"