Posts

Showing posts from April, 2018

"પપ્પા જ મારા સુપરહિરો"

"પપ્પા" પપ્પા શબ્દ જ જાણે આધાંરસ્તભ લાગે. એક એવું વ્યક્તિત્વ કે જેને પડી નથી તહેવારોની, જેને પડી નથી પિત્ઝા, બર્ગર ખાવાની, જેને ટેવ નથી સારૂં સારૂં જમવાની, જેને ટેવ નથી થોડી થોડી વારે photos ક્લિક કરવાની, તેમને ટેવ નથી બીજાઓ પોતાના વિશે શું કહે છે તેને સાંભળીને તેનો જવાબ આપવાની. તેમને ખબર છે તેમની જવાબદારીઓ, આપણાં આખાય ઘરને ધબકતું રાખવાનુ કામ કરે છે તે પપ્પા. કદાચ પોતાના ઉપર ગમે તેવી અને ગમે તેટલી મુશ્કેલીઓ આવી પડે, તેને હસતાં મોઢે સહન કરવાની તાકાત ખાલી એમનામાં જ છે, ગમે તેવી પરિસ્થિતિ સામે ટકી રહેવાનો ગજબનો જાદુ છે એમનામાં, મોંઘવારી સામે ટકી રહેવાની આવડત છે એમનામાં. તેમાં પણ આખાય દિવસનો થાક ન તડકો ન વરસાદ ન છાયો જોયાં વીના 15×7 ઉભાં પગે કામ કરવું અને એ પણ પોતાના સ્વાર્થ માટે તો નહીં જ,  only આપણે શાહીઠાઠથી રહી શકીએ એ માટે ! ખિસ્સામાં પોતાના માટે સારા કપડાં લેવાના પૈસા કદાચ ના હોય, પણ આપણને તે ક્યારેય ન નઇ પાડે. કદાચ તે ફાટેલા કપડાં પહેરીને ચલાવી લેશે, પણ આપણને તે ક્યારેય ફાટેલા કપડાં નઇ પહેરવા દે. સમસ્યાઓ એટલી હદે વધી જતી હોય ત્યારે કોઇક ખુણામાં એકલા બેસીને રડી લેશે, પણ ...