પૈસા અને રિલેશન - એક સિક્કાની બે બાજુ.
આજના અત્યાધુનીક અને સુવિધાસંપૂર્ણ યુગમાં પોતાની પાસે પૂરતા પૈસા ના હોવાની કલ્પના થી જ માણસના હાજા ગગડી જાય છે , એટલે કે બિચારાના મુખ પર ચિંતાની રેખાઓ સાફ સાફ દેખાય છે અને તેનું ચિંતાતુર મન ફરીથી પેલા પૈસાની શોધમાં નીકળી જાય છે . અને પછી પૈસા પૈસા કરતા ક્યારે જિંદગી પુરી થઇ જાય છે તેનું પોતે જ તે ભાન ભૂલી જાય છે . ક્યારેક પૈસા એટલા બધા વધી જાય છે કે તેને ગણવા માટે પણ તેને મશીનો અને માણસો રાખવા પડે છે . પરંતુ પૈસાથી પર તે સંબંધોની સાચવણી ભૂલી જતો હોય છે . અને તે તેના ફેમિલી માટે એટલી હદ સુધી પૈસા કમાય છે , કે તેની આગળની એકાદ પેઢી તરી જાય , પરંતુ તો પણ તેને તેનાથી સંતોષ થતો નથી , અને વધારે પૈસા કમાવવાની લાલચમાં તે સંબંધોને અવગણવા લાગે છે , હવે તેને ટાઈમ નથી પોતાના પરિવારના સભ્યો સાથે બેસવાનો . અને છેલ્લે જીવનના અંતિમ સમયમાં તે વિચારમાં પડી જાય છે , અને પોતાની જાત ને જ કહે છે , ...