પૈસા અને રિલેશન - એક સિક્કાની બે બાજુ.
આજના અત્યાધુનીક અને સુવિધાસંપૂર્ણ યુગમાં
પોતાની પાસે પૂરતા પૈસા
ના હોવાની કલ્પના થી
જ માણસના હાજા ગગડી
જાય છે, એટલે કે
બિચારાના મુખ પર ચિંતાની
રેખાઓ સાફ સાફ દેખાય
છે અને તેનું ચિંતાતુર
મન ફરીથી પેલા પૈસાની
શોધમાં નીકળી જાય છે.
અને પછી પૈસા પૈસા
કરતા ક્યારે જિંદગી પુરી
થઇ જાય છે તેનું
પોતે જ તે ભાન
ભૂલી જાય છે. ક્યારેક
પૈસા એટલા બધા વધી
જાય છે કે તેને
ગણવા માટે પણ તેને
મશીનો અને માણસો રાખવા
પડે છે. પરંતુ
પૈસાથી પર તે સંબંધોની
સાચવણી ભૂલી જતો હોય
છે. અને તે તેના
ફેમિલી માટે એટલી હદ
સુધી પૈસા કમાય છે,
કે તેની આગળની એકાદ
પેઢી તરી જાય, પરંતુ
તો પણ તેને તેનાથી
સંતોષ થતો નથી, અને
વધારે પૈસા કમાવવાની લાલચમાં
તે સંબંધોને અવગણવા લાગે છે,
હવે તેને ટાઈમ નથી
પોતાના પરિવારના સભ્યો સાથે બેસવાનો.
અને છેલ્લે જીવનના અંતિમ
સમયમાં તે વિચારમાં પડી
જાય છે, અને પોતાની
જાત ને જ કહે
છે,
''પૈસાને સાચવતા સાચવતા
સંબંધોને ક્યાં મૂકી આવ્યો
તેની મને ખબર જ
ના રહી''
હા... એ પણ
સાચું જ છે પૈસાથી
બધું જ ખરીદી શકાય,
પૈસા જીવનનિર્વાહ માટે જરૂરી તો
છે પરંતુ વધારે પડતી
લાલસા ક્યારેક સંબંધોને અંદરથી ખોખલા બનાવી
દે છે.
અને તો પણ ‘अगर तेरे पास पैसा है तो सब पूछेंगे कैसा है.?’
આ તો થઇ પૈસા મેળવવાની વાત, પરંતુ પૈસા સાથે માનવીય સંબંધોને સરખાવશું તો , આજ ની પરિસ્થિતિને જોતા એમ લાગે કે આજે પૈસો પોતાના ભાઈ કરતા વધારે વ્હાલો છે, અને વ્હાલો કેમ ના હોય, તેની પાછળના કારણો પણ ઘણા છે, પૈસાદાર માણસનો લોકો આદરભાવ, આદરસત્કાર પણ એટલો જ કરે છે, પૈસાદાર વ્યક્તિને સમાજમાં માન તો મળે જ છે, સાથો સાથ તેની પ્રસંશાના ફુલ તેના પર વરસાવવામાં આવે છે. અને કદાચ કોઈ વખત પરિસ્થિતિ બદલાતા તે જ પૈસાદાર માણસની પડતી નો સમય આવે ત્યારે, અને તે પૈસાદારને ઝૂંપડામાં રહેવાનો વારો આવે ત્યારે, તે જ પ્રશંસાના ફૂલો કાંટા બની જાય છે. પોતાનો આદરસત્કાર કરવાવાળા તેમને ધિક્કારે છે, અને કળિયુગરૂપી રાક્ષસ હસતા હસતા કહે છે, ‘पिंजरे के पंछी रे तेरा दर्द ना जाने कोई, तेरा दर्द न जाने कोई’
અને તો પણ ‘अगर तेरे पास पैसा है तो सब पूछेंगे कैसा है.?’
આ તો થઇ પૈસા મેળવવાની વાત, પરંતુ પૈસા સાથે માનવીય સંબંધોને સરખાવશું તો , આજ ની પરિસ્થિતિને જોતા એમ લાગે કે આજે પૈસો પોતાના ભાઈ કરતા વધારે વ્હાલો છે, અને વ્હાલો કેમ ના હોય, તેની પાછળના કારણો પણ ઘણા છે, પૈસાદાર માણસનો લોકો આદરભાવ, આદરસત્કાર પણ એટલો જ કરે છે, પૈસાદાર વ્યક્તિને સમાજમાં માન તો મળે જ છે, સાથો સાથ તેની પ્રસંશાના ફુલ તેના પર વરસાવવામાં આવે છે. અને કદાચ કોઈ વખત પરિસ્થિતિ બદલાતા તે જ પૈસાદાર માણસની પડતી નો સમય આવે ત્યારે, અને તે પૈસાદારને ઝૂંપડામાં રહેવાનો વારો આવે ત્યારે, તે જ પ્રશંસાના ફૂલો કાંટા બની જાય છે. પોતાનો આદરસત્કાર કરવાવાળા તેમને ધિક્કારે છે, અને કળિયુગરૂપી રાક્ષસ હસતા હસતા કહે છે, ‘पिंजरे के पंछी रे तेरा दर्द ना जाने कोई, तेरा दर्द न जाने कोई’
આમ પૈસાથી બધું જ ખરીદી શકાય પણ સાચા સંબંધો નહીં,
પૈસાથી જમવાનું ખરીદી શકાય પણ કોઈની ભુખ નહીં,
પૈસાથી મૂર્તિ ખરીદી શકાય પણ ભગવાન નહીં,
અને છેલ્લે પૈસા સારી કન્યા સાથે લગન જરૂર કરાવી આપશે પણ, મનમેળ નહીં.
આમ મારા કહેવા પ્રમાણે,
‘पैसा जरुरी तो हे जीने के लिए,
मगर पैसा ही जिंदगी तो नहीं.’
ચાલો આજે
આપણે જાણીયે
આવી જ
એક સંબંધોનું
મહત્વ સમજાવતી
એક સ્ટોરી,
બે
ભાઈ ની
આ વાત
છે, અમિર
કુટુંબમાં ખુબ
જાહોજલાલી સાથે
ઉછરેલા બે
ભાઈઓ, પપ્પા
મોટા બિઝનેસમેન
સાથે સમાજ
માં તેમનું
ખુબ મોટું
નામ. બધું
જ બરાબર
ચાલી રહ્યું
હતું ને
અચાનક સમયની
આ સુપરફાસ્ટ
એ જોરથી બ્રેક મારી....., ધીમે
ધીમે તેમના ધંધામાં મંદી આવવા લાગી,અને તેમનો ધંધો પડી ભાંગ્યો, સાથોસાથ લેણાંને લીધે
પિતા દેવાદાર બન્યા, પોતાની બધી જ માલ-મિલકત, કંપનીના શેર બધું જ વહેંચવું પડ્યું.
અચાનક મોટા મહેલ જેવા બંગલામાં રહેવાવાળા તેઓને એક કાચા ભાંગેલા તૂટેલા મકાનમાં રહેવાનો
વારો આવ્યો.
નાનો દીકરો ખુબ જ જાહોજલાલી અને લાડકોરમાં ઉછર્યો હોવાને લીધે તે ઘરની પરિસ્થિતિઓ થી એટલો બધો વાકેફ નહોતો. પણ મોટો દીકરો
તો ઘણો જ સમજદાર હતો, પોતાના વૃદ્ધ માતા-પિતા અને આખાય ઘર ની જવાબદારી તેણે પોતાના ખભે ઉપાડી લીધી. માથે આવી પડેલી ઘણી
બધી જવાબદારીઓને લીધે તેને પોતાનું આગળનું ભણતર પણ છોડી દીધું, અને એક નાની કંપનીમાં
એક સામાન્ય કામદાર તરીકે એક નાની નોકરી કરવા લાગ્યો. પોતે દિવસમાં એક જ ટાઈમ જમીને
પોતાના આખાય પરિવારનું ભરણપોષણ કરતા તેણે પોતાના નાના ભાઈને ભણાવવામાં કોઈ જ કસર ના
છોડી, પોતાના શરીરનો વિચાર કર્યા વગર દિવસ
રાત એક કરીને તેણે નાના ભાઈ ને એન્જીનીયર બનાવ્યો, હવે સ્ટોરીમાં થોડો વળાંક છે.....
આગળ જતા શહેરમાં ભણવા ગયેલો નાનો ભાઈ મોટો
બિઝનેસમેન બન્યો. અને ધીમે ધીમે એક મલ્ટીનેશનલ કંપનીનો સીઈઓ પણ બની ગયો. આ તરફ મોટો
ભાઈ માતા પિતા સાથે જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ ઘણા બધા પૈસાને લીધે,
ઘણી જાહોજલાલીને લીધે નાના ભાઈ પાસસે ગામ ભણી ડોકિયું કરવાનો પણ ટાઈમ નહોતો જોતજોતામાં
તેને ગામમાં રહેલા પોતાના પરિવાર અને ભાઈ સાથેના બધા જ સંબંધો કાપી નાખ્યા, મોટા ભાઈના
ફોન રિસીવ કરવાનો તેની પાસે ટાઈમ નહોતો, મોટા ભાઈના પત્રો, બીજા દિવસે કચરાના ડબ્બામાં
જોવા મળતા, કોક દિવસ પોતાના નાના ભાઈ પાછળ
આટલી મહેનત અને પરિશ્રમ કરવા છતાં પણ તેનો આવો વ્યવહાર મોટા ભાઈને કોઈક વખત રડાવી જતો.
સમય વીતતા તેમના માતા અને પિતાનું અવસાન થયું, પણ તેમની અંતિમ ક્રિયા માટે પણ પેલા
બિઝનેસમેન પાસે ટાઈમ નહોતો.
મોટા ભાઈએ પણ તેની આશા છોડી દઈને, એક સંસ્કારી
છોકરી સાથે લગન કર્યા, અને હવે પોતે કમાયેલ રોજી સાથે પોતાનું જીવન સંતોષપૂર્વક ચલાવવા
લાગ્યો. આ તરફ બિઝનૅસમૅન ભાઈ પણ એક આમિર કુટુંબ ની છોકરીના પ્રેમમાં પડ્યો. થોડા સમયમાં
તેને તેની સાથે લગન કર્યા. ધીમે ધીમે જીવન આગળ વધવા લાગ્યું વર્ષો વીતતા ગયા, એક વખત
તે નાના ભાઈએ તેના જ ગામ નજીકની એક જમીન ખરીદી, આમ પોતાની નવી ખરીદેલી જમીન જોવા તે
ગામ ગયો. તેના પગ તો તે જમીન પર એટલે કે પોતાની ગાડીની નીચે કોઈક વાર જ મુકતો. ગામમાં
પગ મુક્તાં જ ત્યાંની જૂની યાદો તેના મગજ પર ઉપસી આવી. ગામના સરપંચ ને તે મળ્યો, વૃદ્ધ
સરપંચ વર્ષો થી બધું જાણતા હતા, બધું જોતા હતા. સરપંચે તેની ફેમેલી વિશે તેને જણાવ્યું,
સરપંચે મોટાભાઈની મહેનત, અથાગ પરિશ્રમ, તેની ઈમાનદારી વિશે તેને જણાવ્યું. 'બાર કલાક
નોકરી કર્યા પછી પણ મોટો ભાઈ સરપંચને ત્યાં તેને ભણાવવા માટે મજૂરી કરતો હતો, તેવું
તેને જણાવ્યું.' આમ પેલું કાચું મકાન પણ તે
નાના ભાઈને સરપંચે બતાવ્યું. આ બધી વાતો સાંભળીને નાના ભાઈની આખો ભરાઈ આવી, પશ્ચાતાપથી
તેની આખો જુકી ગઈ, અને તરત જ તેને પેલા કાચા મકાન તરફ ડગલાં મંડ્યા...............
.,
શું પૈસો એટલો બધો મહત્વનો છે કે લોકો સંબંધની
સાપેક્ષે તેને વધુ મહત્વ આપે છે. પૈસો માણસને અભિમાની બનાવે છે તેથી માણસે તે પૈસાનો
નશો ક્યારેય પોતાના માનસપટ પર ચઢવા દેવો નહીં, પૈસો જ જગતમાં સર્વેસરવો નથી, સંબંધો
વધુ મહત્વના છે, પણ માણસને એ હકીકત સમજાય ત્યારે ઘણી વાર ખુબ મોડું થઇ જતું હોય છે.
લોકો ભેગું કરવામાં ને કરવામાં જીવનના અમૂલ્ય વર્ષો ખરચી નાખે છે., અગત્યના સંબંધો
નિભાવવાનું જ ભૂલી જાય છે. આમ, માણસોને ભેગા કરવવાવાળો જ પૈસો માણસને ક્યારે છુટા પાડી
દે છે, તેની માણસને પોતે જ ખબર રહેતી નથી.
Comments
Post a Comment