"પપ્પા જ મારા સુપરહિરો"
"પપ્પા"
પપ્પા શબ્દ જ જાણે આધાંરસ્તભ લાગે. એક એવું વ્યક્તિત્વ કે જેને પડી નથી તહેવારોની, જેને પડી નથી પિત્ઝા, બર્ગર ખાવાની, જેને ટેવ નથી સારૂં સારૂં જમવાની, જેને ટેવ નથી થોડી થોડી વારે photos ક્લિક કરવાની, તેમને ટેવ નથી બીજાઓ પોતાના વિશે શું કહે છે તેને સાંભળીને તેનો જવાબ આપવાની. તેમને ખબર છે તેમની જવાબદારીઓ, આપણાં આખાય ઘરને ધબકતું રાખવાનુ કામ કરે છે તે પપ્પા. કદાચ પોતાના ઉપર ગમે તેવી અને ગમે તેટલી મુશ્કેલીઓ આવી પડે, તેને હસતાં મોઢે સહન કરવાની તાકાત ખાલી એમનામાં જ છે, ગમે તેવી પરિસ્થિતિ સામે ટકી રહેવાનો ગજબનો જાદુ છે એમનામાં, મોંઘવારી સામે ટકી રહેવાની આવડત છે એમનામાં. તેમાં પણ આખાય દિવસનો થાક ન તડકો ન વરસાદ ન છાયો જોયાં વીના 15×7 ઉભાં પગે કામ કરવું અને એ પણ પોતાના સ્વાર્થ માટે તો નહીં જ, only આપણે શાહીઠાઠથી રહી શકીએ એ માટે !
ખિસ્સામાં પોતાના માટે સારા કપડાં લેવાના પૈસા કદાચ ના હોય, પણ આપણને તે ક્યારેય ન નઇ પાડે. કદાચ તે ફાટેલા કપડાં પહેરીને ચલાવી લેશે, પણ આપણને તે ક્યારેય ફાટેલા કપડાં નઇ પહેરવા દે. સમસ્યાઓ એટલી હદે વધી જતી હોય ત્યારે કોઇક ખુણામાં એકલા બેસીને રડી લેશે, પણ ક્યારેય આપણને દુખી નઇ થવા દે. કદાચ આપણી જેમ ભરપેટ ત્રણ ટાઈમ નઇ જમે, પણ આપણને ભુખા રહેતાએ ક્યારેય નઈ જોઈ શકે. આખાય દિવસનો પરસેવો, થાક ઓગાળીને તે પીશે પણ આપણને તે ક્યારેય લાગવા નહીં દે, ક્યારેક ક્યારેક આપણા પર ગુસ્સે પણ થશે, એ પણ આપણા હિત માટે, આપણને ખિજવાશે પણ ખરા પણ પછી આપણને ખુશ કરવા માટે દુનીયાની કોઈ પણ તાકાત સામે લડી લેશે. તે આપણી જેમ દર weekends પર movie જોવા નઈ જાય, પણ તેમની રજાના દિવસે બજાર તરફ પ્રયાણ કરશે કે જેથી આગળના week માં પોતાના પરિવારને કોઈ મુશ્કેલી ન આવે.
પોતાના પર જવાબદારીઓનો બોજો એટલો વધી ગયો હોય ત્યારે પણ ક્યારેય તેનાથી નાસીપાસ થવાની try એ નઈ કરે, આખાય ઘરને જોડી રાખતી કડી એ પપ્પા છે, તે પોતાના મમ્મી- પપ્પાને તો સાચવશે જ પણ પોતાના સંતાન પર કોઈ આંચ ન આવે એનું તે ધ્યાન રાખશે. આખાય દિવસમાં Bossનો તેમના પર ગુસ્સો, કદાચ કામને લઈને તેમની મુશ્કેલીઓ, આખાય દિવસના ઉતાર-ચઢાવો, ક્યારેક તે આ બધું કહીને આપણને ચિંતીત નઇ થવા દે. જે તે પોતે નથી કરી શક્યા તે એક અત્યતં અનમોલ આશા સાથે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરીને આપણને સાચો રસ્તો બતાવશે. પોતે ભૂખ્યા રહીને આપણને ભરપેટ જમાડશે. તેમનું તેમનાં કામ પ્રત્યેનું Dedication પણ અદ્ભૂત હોય છે, જે ઉતાર-ચડાવ તેમણે જોયાં છે, જે દુખો તેમણે વેઠ્યા છે તે ક્યારેય આપણે face ના કરીએ તેનીએ ખુબ કાળજી લેશે.
કદાચ આપણે તેમના જેટલા જવાબદાર તો ન બની શકીએ, પણ તેમણે જે આજ સુધી આપણા માટે કર્યું છે, તેને એકવાર દિલથી બિરદાવીએ, તેમની પણ એટલી જ respect કરીએ, તે કહેશે તો નહીં પણ તેમને આપણે સમજવાની try તો કરીએ. જેટલો પ્રેમ આપણે આપણા Boyfriend કે girlfriend ને આપીએ છીએ, તેનાથી દસ ગણો પ્રેમ આપણે પપ્પાને આપીએ, weekend પર એમની સાથે બેસીને થોડી હળવી વાતો કરીએ, તેમની સાથે movie જોઇએ, week માં એક પણ વાર એમને પગે ન લાગીએ તૉ ચાલશે પણ તેમને એક પ્રેમભર્યુ hug કરીએ, અને પપ્પાને ખરા દિલથી THANK YOU કહીએ.....
Love you papa🙂
-akkido🖎

Comments
Post a Comment