સ્ત્રી વગરનું ઘર... !
મિત્રો તમે સ્ત્રી વગરનાં ઘરની ક્યારેય કલ્પના પણ કરી છે. ઘરને હમેશા ધબકતું રાખવાની કમાન સ્ત્રીના હાથમાં છે. સ્ત્રીની વ્યાખ્યા તો આપણે કઈ રીતે આપી શકીએ. સાચે જ સ્ત્રી વગરનું જીવન સાવ અધુરું ગણાય છે, તો વિચારો સ્ત્રી વગરનાં ઘરની શું હાલત હશે ?
માણસનાં જીવનનું અવિભાજ્ય અંગ સ્ત્રી છે. કહેવાય છે ને કે શિવ છે ત્યાં શક્તિ છે, રામ છે ત્યાં સિતા છે, કુર્ષ્ણ છે ત્યાં રાધા છે. આમ પુરુષ ડગલે ને પગલે સ્ત્રીનો સાથ ઝખંતો જ હોય છે. પુરુષના જીવનમાં એવી કઈ વાત છે જે સ્ત્રી સાથે જોડાયેલી ન હોય. જન્મ થયો સ્ત્રી થકી, સંસ્કારો મળ્યા એ પણ સ્ત્રી થકી, ભણતર શિખ્યો સ્ત્રી થકી, નાનપણથી સાથ મળ્યો એ પણ સ્ત્રીનો, મુશ્કેલીઓ સામે લડતા શિખવ્યું એ પણ એક સ્ત્રીએ.
જીવનરૂપી વરદાન મળ્યું જ્યારે જન્મ આપ્યો એક સ્ત્રીએ જેને આપણે "માં" કહીએ છીએ. આપણને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, સંસ્કારોનું સિંચન કર્યું એ પણ એક સ્ત્રી જેને આપણે "દાદિમા કે બા" કહીએ છીએ. હમેશા આપણી રક્ષા માટે પ્રાર્થનાઓ કરી તે પણ એક સ્ત્રી, આપણી "બહેન." આપણી મુશ્કેલીઓ પોતાની મુશ્કેલી માનીને હમેશાં તેનો હસતાં મોંઢે સામનો કરવાની પ્રેરણા આપી તે પણ એક સ્ત્રી જે આપણી "પત્ની."
શું આપણે એક સ્ત્રી વગરનાં ઘરની કલ્પના કરી શકીએ ?? સવારે ઊઠતાવેત આપણને ચા સાથે નાસ્તો ન મળે તો તે આપણે સહન કરી શકીએ? આપણી જ રોજિંદી ચીજવસ્તુઓ આપણને હાથમાં ન મળે તો તે સહન થશે આપણાંથી? આખાય દિવસમાં આપણને ટોકતો અથવા તો આપણી સાથે arguments કરતો એ અવાજ ન સંભળાય તો એ દિવસ પસાર થશે આપણાંથી? અરે રસોડા માંથી સહેજ પણ અવાજ ન આવે એ સહન કરી શકીએ આપણે ?? વિચારી જોજો એકવાર...!
સ્ત્રી વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે. સ્ત્રી વગરનું ઘર સ્મશાન જેવું છે. મિત્રો ડગલે ને પગલે આપણને પ્રેમ અને પ્રેરણા આપે એ સ્ત્રી છે. જો સ્ત્રી નથી તો આપણું અસ્તિત્વ પણ ધુળ સમાન જ છે. પુરુષ ગમે તેટલા બળવાન હોય પણ અનંત શક્તિનો ભંડાર સ્ત્રી છે. અરે નવ નવ મહિનાઓ સુધી આપણને આચ ન આવવા દે એ સ્ત્રી છે, પ્રસુતિની એ અસહ્ય વેદનાને સહન કરવાની તાકાત સ્ત્રીમાં જ છે. તેથી જ તો "નારી તું નારાયણી." સવારે આપણા જાગવાથી લઈને સાંજે આપણા સુતા સુધી આપણી નાનામાં નાની જરુરિયાતો નું ધ્યાન રાખે તે પણ એક સ્ત્રી. પુરુષ કરોડો રૂપિયા ખર્ચીને એક મકાન તો બનાવી દેશે પણ તે મકાનને ધર બનાવવાનું કામ સ્ત્રી કરે છે.
પરંતુ હવે તો આપણે આપણાં જ અસ્તિત્વ સામે qution mark ??? ઉભો કર્યો છે. જો આપણું અસ્તિત્વ છે તો તે પણ એક સ્ત્રીને લીધે જ. નાની બાળકીઓ ને તરછોડવાના તેમની હત્યાઓ ના ઘણાં કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. આટલા બધા ઉપકારો છતાં પુરુષોની ખરાબ નજરોનો, તેમની હવસનો શિકાર અવારનવાર સ્ત્રીઓ થતી રહે છે. જેણે આપણને કોલર ટાઇટ કરીને જીવતાં શિખવ્યુ તેમની જ નજરો ને ઝુકવવા ના કામ આજે થઈ રહ્યાં છે.
શું તમે માનો છો સ્ત્રી છે તો અને તો જ તમારું અસ્તિત્વ છે....? શું તમે રહી શકશો સ્ત્રી વગર...? એ તો હવે વિચારવું જ રહ્યું..
-akkido🖎

True👍
ReplyDeletethnks broo
DeleteRyt
ReplyDelete