'ઈશ્વરની ઓળખાણ'
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભારતીય સંસ્કૃતિનીના આ ચાર અગત્યનાં અંગો. ભારતીય સંસ્કૃતિ એટલે હજારો વર્ષ જૂની આ સંસ્કૃતિ, ને તેની ભવ્યતા પણ ઉડીને આંખે વળગે તેવી. આવી ભવ્ય સંસ્કૃતિના આપણે સંતાનો તેના કર્મો, વચનો ને વિચારોમાં માનનારા આપણે સૌ. આ સંસ્કૃતિ એટલે વેદ-વેદાંતોની સંસ્કૃતિ, રામ ને કૃષ્ણની સંસ્કૃતિ. પ્રાચીન ભારત અને અર્વાચીન ભારત વચ્ચેનો ભેદ આપણે સૌ કોઈ સારી રીતે જાણીએ છીયે. પરંતુ ભારત અને તેની ભારતીયતા સાવ મરી નથી પરવારી, એ દ્વારિકાધીશ નું ભારત હજીયે આપણા સૌ મા ક્યાંક ને કયાંક જીવીત છે. મારુ જીવન ઈશ્વર ચલાવે છે તે વિચારધારામાં માનનારા આપણે સૌ છીયે. પૃથ્વીના આદિ થી લઈને જે પણ ઘટનાઓ, ફેરફારો થયા છે અને આવનાર સમયમાં થવાના છે તે બધું જ ઈશ્વર ઈચ્છા ને આધીન છે.
ઈશ્વરે આપણને બનાવ્યા, પશુ પંખીઓને જીવ આપ્યો, વૃક્ષોને પણ ચેતના આપી. અને આપણને ગીતા દ્વારા કહ્યું પણ ખરું ममैवांशो जीवलोके। દરેક જીવમાં મારો અંશ છે, હું તમારી પૃથ્વીના કણ કણ માં વ્યાપીત છું. આપણને ખબર છે કે તેમની ઈચ્છા વગર પાંદડુંય હલતું નથી તો પછી સવાલ થાય કે આપણે દુઃખી કેમ થઈએ છીએ, પહેલા પ્રભુ કહે છે દરેકમાં હું વસુ છું, દરેક જીવ મારો બાળક છે તો પછી દુઃખ શુ કામ આવે છે ? શુ ઈશ્વરને આપણને રડતા જોવામાં મજા આવતી હશે ? શુ તેને પડી નથી આપણી ?
તો આ બધા જ પ્રશ્નોનો એક જ જવાબ છે આપણા 'કર્મો'. જેવું કરો તેવું ભરો, તેવું પામો આ વાતો માત્ર કહેવા પૂરતી નથી જ. આ ધરતી પરની અનુભવ વૃદ્ધ વ્યક્તિઓએ અનુભવેલી વાતો છે. ને ભૂલ કરવી એ તો આપણો સ્વભાવ જ છે ને, તોય જો ભૂલ કરીને તેના શરણે જઈ ભૂલ સ્વીકારી લેવામાં આવે તો તે ભૂલ માફ જ હોય છે. પણ આપણે તો સ્વભાવવશ ભૂલોમાંથી શીખવાની જગ્યાએ ભૂલો કરતા જ રહીએ છીએ ને સાવ દિન હીન લાચાર બની જઈએ પછી ભૂલનું ભાન થાય ને ત્યારે રડવા બેસીએ, આંસુઓ ઈશ્વર સામે વહાવીએ ને ત્યારે પણ પરમેશ્વર આપણને અપનાવી લે તે તેની મહાનતા જ તો છે, તેથી જ તે ભગવાન છે.
ભગવાન કર્મયોગ સમજાવતાં કહે છે તું કર્મ કર તેમાં જ તારી ભલાઈ છે, તું ખેતરમાં જાઈને વાવણી તો કર, વરસાદ કરાવવાની જવાબદારી મારી, તેને અનાજ બનાવવાની જવાબદારી મારી, તું દરેક જીવમાત્ર પ્રત્યે પ્રેમ, દયા રાખી તો જો પછી તને સુખી કરવાની જવાબદારી મારી. તું માણસ બની મારા બતાવેલા માર્ગો પર ચાલી તો નીકળ પછી તને મંજિલ સુધી પહોંચાડવાની જવાબદારી મારી.
આમ ઈશ્વરને સમજવા જેટલા સરળ છે તેમ તેમને પામવા તેટલા જ કઠણ. હા આપણે કોઈએ નથી જોયા ઈશ્વરને પણ તમને આપણે દરેકે અનુભવ્યા તો હશે જ. મંદિરોમાં મૂર્તિમંત સ્વરૂપે દેખાય છે જ ઈશ્વર પરંતુ તેમને અર્જુનની જેમ જોવા હોય તો માણસમાંથી મહાત્મા થવું પડે, સત્ય અને ઇમાનદારીની રાહે ચાલવું પડે. ઘણીવાર હિંદુ ધર્મના ઠેકેદાર સમાં કર્મકાંડી લોકોના અભિપ્રાયોને વળગી રહેવું પણ યોગ્ય નથી હોતું તેમના તે અભિપ્રાય છેવટે અંધશ્રદ્ધામાં જ પરિણમે છે.
ઇશ્વરપ્રાપ્તિની તીવ્ર ઈચ્છા થાયને ત્યારે મનોમન શોધવાનો પ્રયત્ન કરવો, શું ખબર બહાર આમતેમ ડાફોડીયા મારતા મરતા પોતાની અંદર બેઠેલા લોહી દોડાવનાર ને જ ભૂલી જઈએ. આપણું આ શરીર તેમણે આપેલી અમૂલ્ય ભેટ, પરંતુ આપણે તો આ તેમના શરીર સ્વરૂપ પ્રસાદનો પણ અનાદર કરીને તેને બીડી-સિગારેટના ધૂમડામાં પાયમાલ કંગાલ કરવા બેઠા છીએ. પ્રેમ ને ઈમાનદારી ધરવાની જગ્યાએ લોભ, લાલચ, શંકા ધરીને બેઠા છીએ. હવે પોતે જ વિચારીએ આ રીતે તો ઈશ્વરને કેમ મન થાય આપણી પાસે આવવાનું !!! તે છતાં પણ મહાન ઈશ્વરે ગીતામાં કહ્યું કે धर्मसंस्पनार्थाय सम्भवामि युगे युगे। ધર્મની હાનિ થશે ત્યારે અસુરોનો નાશ કરવા ને ધર્મની ફરી સ્થાપના કરવા હું જન્મ લઈશ. આપણે પણ તેમના લાડકા થવું હશે તો આ આસુરી વૃત્તિ છોડવી પડશે, સદાચાર અને ઈશ્વરના આદર્શોને વળગીને જીવન જીવવાની શરૂઆત કરવી પડશે.

Comments
Post a Comment