જીદંગી સાથે જ compromise..

શું કામ આપણને જે ગમે છે તે કરવા દેવામાં આવતું નથી, નાનપણથી જ આપણને ચાર ચોપડી વચ્ચે ઘેરી લેવામાં આવે છે, હા માની લઇએ કે આપણા વડીલો આપણા માટે સારૂં જ વીચારશે, મારી માટે સારૂં જ હશેને. પરંતુ કેટલીક વાર નજીક એ સબંધી નો દિકરો આ કરે છે, માટે તું પણ એ જ કર; એમા સારૂં કમાવાનું છે, એમાં પૈસા જ પૈસા છે.. આમ બીજાના performanceને જોઈને તેવાં જ નિર્ણયો આપણા પર થોપી દેવામાં આવે છે પરંતુ એ દેખાદેખી નો અર્થ શું?
બાળકમાં રહેલી skils નું શું?
તેની abilitys નું શું?;
સાચે હવે શિક્ષણ પૈસા કમાવવાની પુર્વતૈયારી બની રહ્યુ છે. શાળાઓ તો છે પણ તે સારા બનાવવાનું નહીં પણ, સીલેબસ પુરો કરવા જેટલું જ શિક્ષણ આપે છે. કોલેજોમાં પણ lecture કરતાં તો વધારે Bunk મરાય છે. કોઇક વાર આ Books નો ભાર એટલો બધો લાગે છે ને, ક્યારેક તો બાળકને ખબર નથી કે તેના જન્મતાં પહેલાં જ એ નક્કી થઈ ચૂક્યું હોય છે 'मेरा बेटा तो ईजिनीयर बनेगा, मेरी बेटी तो टीचर ही बनेगी' કોઇક પર એન્જીનીયરીંગ નો થપ્પો લગાવી દેવામાં આવે છે તો કોઇક પર ડોક્ટરીનો, પણ તેની ક્ષમતાઓનો વિચાર કરવામાં આવતો નથી. અને છેલ્લે તે બાળક તેના માતાપિતા અને સ્વજનોની આશાઓ પુરી કરવામાં સફળ થતો નથી અને નિષ્ફળતાઓનો બોજો માથે લઈ બેસે છે, એકલો એકલો જ તે અકળાઈ જાય છે, રંગીન દુનિયા તેને નિરસ લાગવા માંડે છે. તે બસ સાચા રસ્તાઓ ની શોઘમાં આમતેમ ભટક્યા કરે છે અને lastમાં જેનાથી તે દુર ભાગતો હતો તેવી જોબ મળે છે, ત્યારે લાગે છે કે તેની જીંદગી સાથે તે compromise કરી રહ્યો છે. જીવનમાં લેવામાં આવેલો એ નિર્ણય અથવા તો એ નાની અમથી ભુલ જે તે બાળકની પોતાની પણ નથી તેનો પછતાવો તેને lifetime માટે રહે છે.

                   _akkido🖎

Comments

Post a Comment

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"