માણસ અને મોબાઈલ
હવે તો લાગે છે કે માણસ મમ્મી કરતાં વધારે તો મોબાઈલનો થઈ ગયો છે, માણસ પત્ની કરતાં વધારે સમય મોબાઈલ સાથે વિતાવે છે, માણસ પપ્પા કરતાં વધારે વાતો તો મોબાઈલ સાથે કરે છે, એટલું જ નહીં પોતાના સંતાનો કરતાં વધારે તો મોબાઈલને જ સાચવે છે.
મારી બેસ્ટી કે મારા બી.એફ ના ઘરે શું ચાલે છે; શું થયું છે તે મને ચેટ દ્વારા બઘી જ ખબર પડી જાય છે પણ મારા પપ્પા શું કામ ચુપ બેઠા છે શું તેની હું ખબર રાખું છું? ચેટ કરતાં કરતાં મારી ફ્રેન્ડે એના ઘરે બનેલી ડીશ નો ફોટો મોકલ્યો તેને ચાખ્યા વીના જ આપણે તે ડીશં ના વખાણ કરતાં થાકતા નથી, પણ તેની કમ્પેરમાં મમ્મી ની પ્રેમથી બનાવેલી ડીશ માં આપણે ખામી કાઢવાનું ભુલતા નથી.. "માય ડેડ ઇઝ માય સુપરહીરો" ના સ્ટેટસ તો અપલોડ થાય છે પણ શું સુપરહીરો સાથે બેસવાનો ટાઇમ છે ???
સવારે જાગવથી લઈને રાત્રે સુવા સુધી હાથમાં મોબાઈલ છે, હવે તો કપડાં કરતાં વધારે મહત્વનો મોબાઈલ છે. હાથમાં બુક્સ ની જગ્યાએ મોબાઈલ છે,
લાગે છે કે માણસે મોબાઈલ નહીં મા મોબાઈલ એ માણસને બનાવ્યા છે.
હા એ પણ સાચું છે કે મોબાઈલએ માણસની સુખાકારી વધારી છે, પણ એ પણ માનવું પડશે કે મોબાઈલએ દુર ના ને થોડા નજીક અને ઘરનાં ને સાવ દુર કર્યાં છે. મોબાઈલનો સીધો માપસરનો ઉપયોગ માણસને સુખી બનાવે છે પણ તેનો જ અતિરેક માણસને આળસું પણ બનાવે જ છે..
મેં જે લખ્યું તે તમારા સુધી પહોંચાડવાનું સાધન પણ મોબાઈલ જ છે માટે આપણી સુખાકારી માટે બનાવવામાં આવેલા ગેજેટ્સ ઘણાં ફાયદાકારક તો છે જ પરંતુ ફાયદા હોય ત્યાં નુકસાન પણ ઓછા-વધતાં હોય જ ! માટે તારણ એટલું જ કે હું છું તો મોબાઈલ છે નહીતર મારા વગર મોબાઈલ શાં કામનો ??
-akkido🖎
Comments
Post a Comment