સફરનામુ - Journey of Indian Railways
ભારતીય રેલ્વેમાં મુસાફરી.... એટલે
નકકી કરેલ ડેસ્ટીનેશન પર પહોચવા કરતાં તો વધારે જગ્યા મેળવવાની હોડ હોય. ભારતના અને ભારતીયતા દર્શન કરવા હોય તો આપણુ ઇન્ડિયન રેલ્વે બેસ્ટ છે.
સૌથી ગરીબ અને સૌથી ઘનીક એક સીટ પર જોવા હોય તો આવો એકાદ દિવસ અને કરો મુસાફરી ભારતીય રેલ્વેમાં....
પાણી ના પાઉચ થી કેરી કાંદા મસાલા વાળી દાળ ગુજરાત બાજુ તો ખુબ ફેમસ છે. સાથે ગુજરાતના કાજુ તરીકે ઓળખાતી ખારી શીગં.
ટ્રેઇનમાં રંગબેરંગી ભારતીયો અને તેમની અલક મલકની વાતો જબરજસ્ત મનોરંજન પુરૂ પાડે છે. ક્યારેક સીટ માટે થતી એ લડાઈઓ જાણે સિવિલ વોર થી કમ નથી..
અને બોસ જ્યારે જગ્યા મળી જાય ત્યારે તો જગ જીત્યા જેવી ફિલીંગ આવે છે. ખરેખરી ભારતીયતાના દર્શન પણ અહીં ટ્રેઇનમાં જ થાય છે, જગ્યા માટે ચાલતી બોલાબોલી વચ્ચે કયારેક કોઈક યુવાન અથવા તો કોઇક વ્યક્તિ કોઈ જરૂરિયાતમંદ ને જગ્યાની વ્યવસ્થા કરી આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.. .
ખરેખર માણસના સાચા ધૈર્યની પરીક્ષા તો એ ટીકીટબારી જ લે છે, એક બાજુ પોતાની ટ્રેઇન આવવાનો ટાઇમ થયો હોય અને આ બાજુ ટીકીટબારી પર દેખાતી આ લાઈન આ જોઇને જ ભાઇના પગ નીચેથી જાણે જમીન ખસી જાય છે...
અને તેમા પણ જો ટીકીટ મળતાં ની સાથે જ ટ્રેઇન જો પ્લેટફોર્મ પર ઊભી હોય પછી તો ઓલમ્પિકનો ગોલ્ડ મેડલ પાક્કો.
સ્ટેશન પર ના એ વિરહના દ્રશ્યો પણ કઇંક અનોખો અહેસાસ કરાવે છે; ક્યાંક પોતાનો લાડકવાયો દિકરો દુર કમાવવા નિકળ્યો હોય છે ત્યારે મમ્મીનું એ આંસુ જ બધું કહી જાય છે. ક્યારેક કોઈની વહાલસોયી દીકરી વેકેશન પુરૂં કરીને સાસરે જતી હોય તે વખતે પપ્પાથી છુટા પડવાનો અહેસાસ જ બધું કહી જાય છે, અરે આવાં તો ઘણાં કિસ્સાઓ નું એ સ્ટેશન સાક્ષી બન્યું હોય છે.
કેટલાક ના જીવનનું ગુજરાન પણ આ રેલ્વે દ્વારા જ ચાલે છે, ફેરીયાઓ જેવાં કે ચા વાળા, સમોસા વાળા, પાણીના પાઉચ વાળા, બીડી તમ્બાકુ ગુટ્ખા વાળા જેવા અનેકો માટે બે ટંક ના રોટલાનો આધાર આ રેલ્વે જ છે..
પર્સનલી રેલ્વેને લઇને મારા અનુભવો પણ ખુબ મજેદાર છે, આ ટ્રેઇન અને સ્ટેશન કઇંક એવાં અનુભવો આપે છે જે જીંદગીભર માણસના માનસપટ પર રહેવાના છે. આવા તામારા કોઈક યાદગાર અનુભવો છે?? તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે તમારી જર્ની શેર કરી શકો છો.
"રેલ્વે આપણી સુખાકારી માટે છે, આપણા બધાની સંપત્તિ છે, માટે તેનો જવાબદારીપુર્વક નો ઉપયોગ એ આપણી જ ફરજ છે.,
આપણે આપણી આ સહિયારી યાત્રા માટે રેલ્વે માટે કઇંક વધારે નહીં પણ 'ગમે ત્યાં કચરો ન નાખીને તેને સ્વચ્છ તો રાખી જ શકીએ ને'
ચાલો સૌ સાથે મળીને આપણી જ આવનારી પેઢીને એક સ્વચ્છ રેલ્વેની ભેટ આપીએ કે જેના પર તેઓ ગર્વ કરી શકે...
-akkido🖎
Comments
Post a Comment