coffee with krishna



part 2





                   સામે સર્જનહાર પોતે બેઠો હોય, પગ પર પગ ચઢાવી મસ્ત મજાથી બેઠા બેઠા જાણે આખાય જગતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો  હોય. ચહેરા પર મલકાતું સ્મિત, અને સ્મિત વહેંચવાવાળો ગોપાલ પોતે. આમ તેમને જોતા સુસ્ત શરીર અને કોફી પણ મધમીઠી લાગવા લાગે. તેમના મુખ પરના સંતોષના ભાવો. આખાય જગતના પાલનહારને 'હું જગત ચલાવું છું' એવું હું પણું તો તેમનામાં ક્યાંય પણ દેખાતું નથી અને આપણે બે-ચાર સારા કામ કરીને દુનિયાને કહેવા બેસી જઈએ છીએ. જગતને ચલાવનાર પોતે આટલો પરોપકારી હોય, આટલો તેજોમય હોય, નિઃસ્વાર્થ હોય, તો આપણે તેમના સંતાનો આમ ખોટે ખોટા જ  હું પણા ના ભાવ સાથે શુ કામ ફરતા હોઈએ છીએ.   
                  પહેલા તો પરમકૃપાળુ પરમેશ્વરને તેમની કોફી શેર કરતા જોઈને હું દંગ થઇ ગયો. સવાલો તો ઘણા હતા, પણ સામે આટલી મોટી હસ્તી બેઠી હોય ઉપરથી તે હંમેશા હસતી હોય ત્યારે માત્ર મૌન બનીને બસ તેમને જોયા કરવાનું મન થયા કરે ને. કલ્પનાઓનું વિશ્વ પણ ઘણું મોટું છે નહીં, તમારી કલ્પનાઓમાં તમે સામે કનૈયાને બેસાડી શકો, તેમની સાથે હસી શકો, તેમની સામે મનમુકી રડી પણ શકો, વાતો કરી શકો, બેફામ વાતો કરી શકો., આવી એક અલૌકિક કલ્પના જે ખુદને ઈશ્વર સાથે જોડી શકે તેથી તેને નામ આપ્યું છે '' કોફી વિથ કૃષ્ણ''.
                  સો, એક અનોખી શાંત જગ્યાએ આવેલું કાફે, કલ્પના પણ એવી અદભુત છે ને. 
સામે શાંત સમુદ્ર અને પાછળ વિશાળ પર્વતમાળા આજુબાજુ વૃક્ષો અને પશુ પંખીઓ નો કિલ્લોલ. લીલીછમ ઘાસની ચાદર જાણે સમુદ્ર અને ગિરિરાજને જુદા પાડી રહી હોય અને સાથે ખડખડ વહેતા ઝરણાંનો અવાજ પોતાનો સુર પુરાવી રહ્યો હોય. કાફેની સુંદર લાકડાના પાટિયા થી બનેલી ગેલેરી. બે ખુરશીઓ વચ્ચે અમારી કોફીને આધાર આપી શકે તેવી વ્યવસ્થા વાળું ટેબલ. ટેબલ પર કોફીના કપ ની સાથે મારો મોબાઈલ ફોન, ન્યૂઝ પેપર, અને બાજુમાં મારુ પર્સ. વિચાર આવશે આવી જગ્યા ફોન અને છાપું આવ્યું ક્યાંથી ? પણ આતો કલ્પના છે બોસ, તેમાં જે પણ વિચારશો બધું આપણું છે, આપણી કલ્પના થોડી ક્ષણો માટે આપણને વિશ્વનો સૌથી તાકતવર માણસ બનાવી શકે છે.
સવાર સવારની વાત, ફૂલ ગુલાબી ઠંડી, હવામાં ભળેલી ફૂલોની મહેક, સૂર્યદેવના આછા કુમળા કિરણો સાથે સાથે લીલાછમ ઘાસ પર ઝાકળના અમીછાંટણા. ખરેખર આવી જગ્યાએ આમ અમસ્તા જઈએ ને ત્યારે આપણા હાથ તો ફોટોસ ક્લિક કરતા થાકી જાય. અંદર ચાહના હોય પોતાની સોશ્યિલ દુનિયાને બતાવવાની, થોડા સારા ફોટોસ પોસ્ટ કરી લોકો પાસે વાહવાહી મેળવવાની.
             પણ, બોસ આટલી મોટી પર્સનાલિટીને મળવાનું થાયને ત્યારે આપણને કઈ યાદ આવે,  બસ એક વસ્તુ માઈન્ડમાં ફરે તું છે ને ઈશ્વર તારું સ્વરૂપ તારી કાયા કેવી દેખાતી હશે, શું તું પણ અમારા જેવો . આવા ઘણાય સવાલોના જવાબ આપવા યોગેશ્વર પોતે આપવા આવવાના છે, વિચારીને મન તો એક્સાઇટમેન્ટમાં નાચવા લાગ્યું બોલો. વિચાર તો  કરો, વગર એપોઇન્ટમેન્ટ આટલા મોટા વ્યક્તિ સાથે મુલાકાત. હવે જે થવાનું હતું તેની રાહ તો ઘણી જોઈ હતી, જે  કૃષ્ણ વીશે માત્ર સાંભળ્યું હતું, આજે તેમને આખો સામે જોવાના હતા.
                      જોતજોતામાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ વાંસળીના સૂરો રેલાયા, મધુર અને મોહક એવું ''જાગને જાદવા, ક્રુષ્ણ ગોવાળિયા'' પ્રભાતિયું મેં મારા ફોન માં લગાવ્યું, પછી આખો બંધ કરીને વેઇટ  કરવા લાગ્યો. વાતાવરણની આટલી મનોરમ્યતા, ફ્રેશનેસ અને પાછળ રેલાતા વાંસળીના સૂરોમાં મન એટલું વહ્યુંને બસ તેને સાંભળતા સાંભળતા આંખો મીંચાઈ ગઈ.
                                     એન્ડ ફાઇનલી ઘડી આવી ગઈ,
આગળ જેમ વર્ણવ્યું હતું તેમ, રૂડો કાનુડો આંખ સામે જ હતો. કનૈયાની કોઈ એઈજ આપણે નક્કી ન કરી શકીયે, કારણ માત્ર એટલું જ તેમને તમે જે ભાવે બોલાવો ને, ગમે તે સ્વરૂપે બોલાવો એ આવવા તૈયાર જ છે,જરૂર છે માત્ર શ્રદ્ધાની. અને મેં એ  નિર્ધારિત કર્યું હતું કે કનૈયો મારો મિત્ર બનીને આવે. કૃષ્ણ પોતે સખા હોય એવું તો કોને ન ગમે.. આની પાછળનું કારણ પણ ઘણું વ્યાજબી છે, જો કનૈયો મિત્ર બનીને આવે તો જ તો હું આ યુવાનોને, યુવાનીના મુંજવતા સવાલો તેમને કરી શકું ને. કોઈ પણ સંકોચ વગર કઈ પણ પૂછી શકું. આમ કનૈયો આવ્યો, દૂર દૂરથી આવતા ગાયોના એ ઘણે આખો સામે એક અલૌકિક દુનિયા ઉભી કરી, ગાયોના ગળે બાંધેલી ઘંટડીઓ પણ કેટલી મસ્ત બનીને રાંઝણતી હતી. અચાનક એ ટોળાંમાં મને એક ગોવાળિયો દેખાયો, સાક્ષાત કામદેવ જ જાણી લો. એક વાર જોયા પછી તેમના મુખ પરથી  નજરો જ ન હટે, ધીમે ધીમે તે મારી પાસે આવ્યા, કાફેની ગેલેરીમાં મારી સામેની ચેર પર આવીને બેઠા ત્યારે અહેસાસ થયો બોસ, સાક્ષાત જગતનો નાથ મારી સાથે આજે કોફી પીવા આવ્યો છે. અરે મારી પાસે આવ્યા છે મારા સવાલોને સાંભળવા, મારા દરેક સવાલોના જવાબ આપવા. 
                  સો, કૃષ્ણ આવ્યા તેમના એક હાથે વાંસળી હતી. તેમને જોઈને તો હું પળવાર માટે આભો જ બની ગયો, આખોમાં ઝળઝળિયાં આવવા એ તો સ્વાભાવિક છે. મનમોહક શ્રી કૃષ્ણ બેઠા મારી સાથે મારી સામેની ચેર પર. વળી વાંસળીને મારા ફોનની બાજુમાં મૂકી, અને એક હાથને તેઓ ટેબલ પર મુકેલી કોફીના કપ સુધી લઇ ગયા. અને ફાઈનલી ચાલુ થયો ચર્ચાનો દોર,  
પહેલો જ સવાલ મારો કનૈયા હતો પ્રેમ....! પ્રેમ એટલે શું ?, પ્રેમ અને આકર્ષણ વચ્ચે શુ ફરક છે ? આ સવાલ પાછળનું કારણ પણ કૈક એવું જ છે મારી જેમ બધા જ પ્રેમથી વાકેફ તો છે જ પરંતુ તેને સમજવામાં જ થાપ ખાઈ બેસે છે.
કનૈયા એ પહેલા તો હળવું સ્મિત આપ્યું અને ઉત્તર વળતાં કહ્યું, 'પ્રેમ'. 
                        જયારે નિઃસ્વાર્થતા અને મોહ એક સાથે પરિણમે ને, ત્યારે સાચો પ્રેમ થયો એમ કહેવાય,  અરે પ્રેમ ને જ સમજવો હોય તો  તમે મને અને મારી આ વાંસળી ને જ જોઈ લો, મને અને આ મારી ગયો ને જોઈ લો. જયારે તમે જેને પ્રેમ કરો છો તેનાથી કંટાળો નહીં , જયારે તમને માત્ર તે સુખી થાય. અથવા તો પેરોપકારી વિચારો જ આવવા માંડે ત્યારે એમ સમજવું તમે પ્રેમમાં છો. તમારા પ્રિય પાત્રને જોવું તેમના પ્રત્યેની લાગણીઓ કદાચ થોડા સમય માટે હોઈ શકે, તેને આપડે પ્રેમ તો ના કહી શકીયે તેને આપણે કહીશું મોહ.... આકર્ષણ, આ આકર્ષણ પણ ઘણા પ્રકારના હોઈ શકે રૂપ, રંગ, પૈસાનું આકર્ષણ , શરીરનું આકર્ષણ.  પરંતુ સદવિચારો, અને સારા સ્વછ હૃદયોનું આકર્ષણ જ છેવટે પ્રેમમાં પરિણમે છે. કૃષ્ણ કહે છે હું મારી ગાયો ના પ્રેમમાં રોજે રોજ પડું છું. મારી વાંસળી વગર મને સહેજેય ચાલે નહીં. આમ પ્રેમ એટલે લગ્ન પહેલાની કે લગ્ન પછીની જ અવસ્થા નહીં પ્રેમ એટલે તમે જેને પ્રેમ કર્યો છે ને તેના પ્રેમમાં રોજે રોજ પડાય, અને હા તેમાં પળોને તો પણ વાગે નહીં, કૃષ્ણ કહે છે મને તો જગતના પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ છે, આમ પ્રેમ અને આકર્ષણ કૃષ્ણ ખુબજ અદભુત અને સૌમ્ય રીતે સમજાવે છે અને સાથે સાથે કોફીના સીપ પણ લેતા જાય છે.  

બીજા ઘણા મારા સવાલો, અને કાનુડાના જવાબો....

સો, મળીશું પછીના બ્લોગ માં આવા સવાલો અને તેના જવાબો સાથે.......      

Comments

Post a Comment

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"