જીંદગી

life is not just about simply leaving, it is all about survive ownself to every stage of lifee....


life કહો જીંદગી કહો કે કહીએ આયુષ્ય, ભલે શબ્દો નો મેળ ન બેસતો હોય, ભલે જીવવામાં પણ  પાછી પાની કરવી પડતી હોય... પણ આ જીંદગી છે ને સાહેબ ઘણું બધું બોલી જાય છે, બોલાવી જાય છે. ક્યારેક આ જીંદગી દોડાવે છે અરે એટલા દોડાવે છે કે સાલું દોડાવી દોડાવી ને જ થકવી દે છે. ક્યારેક તે ચાલતા શીખવે છે, ચાલવું ને ચાલતા શીખવું બંનેમા ફરક તો ઘણો જ છે, ચાલતા શીખવાની વાત આવે ત્યારે કોઈ નો સથવારો તો જોઇએ જ, નાનપણમાં મમ્મીનો ટેકો હોય, પપ્પાની આગંળીઓ હોય અને કોઇક વાર સાથે સરકતી ગાડીઓનો સથવારો હોય વાતનું તાત્પર્ય એટલું જ કે ક્યારેક કઇંક શીખવા માટે કોઇક ને કોઇક ઉદાહરણો તો જરૂરી છે જ ભલે તે જીવંત હોય કે પછી જીવનજરૂરી ચીજવસ્તુઓ,
નાની કીડી થી લઈને મોટું વિશાળકાય જહાજ પણ કઇંક ને કઇંક શીખવે છે "આખરે શીખવાનું નામ જ જીદંગી છે."
            ક્યારેક જીંદગી એટલા નીચે ધકેલી દે છે ને કે જાણે એ અંધકારમાંથી ઉઠવું જ જાણે અશક્ય લાગે, પણ કહેવાય છે ને કે 'જીંદગી છે ચાલ્યા કરે' જ્યારે આખો સામે અંધકાર છવાઈ જાય, તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન દેખાય ત્યારે એ સર્જનહાર પોતે આપણો સારથી બની ને આવે છે જરૂર છે માત્ર થોડી શ્રદ્ધાની....થોડા આત્મવિશ્વાસની ત્યારે જ "હિમંતે ર્મદા, તો મદદે ખુદા"
                ક્યારેક જીવન એટલા ઉચા સ્થાને બેસાડી દે છે ને કે ત્યાં સુધી પહોંચવા માટે આપણા જેવાં બીજા કેટલાય રાહ જોતાં હોય છે..... લોકો કહે છે "ટાઇમ સબકા આતા હે" પણ શું કંઇ કર્યા વગર બેસી રહેવાથી આપણો ટાઇમ આવશે ?????
"દોસ્ત ટાઇમ આતા નહીં હે, उसे लाना पडता हे।
सपने तो सबके होते है
उन्हे सच करके दिखाने पडते है।"
         કહેવાનું તાત્પર્ય એટલું જ કે આ જીવન પણ કઇ શતરંજથી કમ નથી, અહીં આપણી જ ચાલ આપણને રાજા બનાવી જાય છે.
આ જીંદગી આપણને સાચાની સમજણ કરાવે છે,  ખોટાનો અનુભવ કરાવે છે, દુ:ખ નો મર્મ સમજાવે છે, ને સુ:ખ માં ખુબ હસાવે છે.
     બોસ, જીદંગી જ માણસને માણસ બનાવે છે.

                        -akkido🖎

Comments

Post a Comment

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"