હું મારી જ કલમે....



 20th June 1998 એન્ટ્રી મારી...અને એ એન્ટ્રી પણ એવી ધમાકેદાર. સવારે 6:15 ના ટકોરે જન્મ, એ પણ twins સ્વરુપે. મારી સાથે મારો ભાઈ. actually જન્મ મારો વડોદરામાં થયો હતો. મમ્મી ના કહ્યાં પ્રમાણે એ સવારે ટીવી પર "કરન-અર્જુન" મુવી ચાલતું હતું અને અપવાદ પણ એવો જ કે મમ્મીએ twins ને જન્મ આપ્યો. ત્યાં અડોશપડોશમાં કરન-અર્જુન આવવાની ખબર પડતા જ અનોખો જ માહોલ બની ગયો મામાને ત્યાં.
               ત્યાર બાદ અક્ષય અને આકાશ આમ બંનેનું નામકરણ કરવામાં આવ્યું. અમારા જન્મના ત્રણેક મહિના બાદ આકાશની હાલત બગડી અને તેનો શ્વાસ ત્યાં જ થંભી ગયો..But he is always in our hearts. ત્યાર પછી ચાલું થઈ આ જીવન જીવવાની કરામત. મમ્મીના કહેવા પ્રમાણે નાનપણથી જ ધમાલ, તોફાન અને હેરાન કરવામાં અવ્વલ. ધીમે ધીમે બાળપણ તરફ  પગલાં માંડ્યા.. હજીયે મારી ફેમિલીમાં સૌનો માનીતો હો. નાનપણથી જ outdoor activities માં ઘણો જ interest. મને યાદ છે ત્યાં સુધી નાનપણથી જ આકાશે ઉડવાના સપનાં..cricketer બનવાની આશ ને સાથે ઘણું બધું. પણ કહેવાય છે ને કે કેટલાક સપનાંઓ બંધ આખે જોવામાં જ મજા છે..
                   સૌપ્રથમ ઘરથી નજીકની જ મનમંદિર વિધાલયમાં  સ્કુલના પહેલા ડગલાં માડંયા. જીંદગી જો સીધે સીધા જ ચલાવે તો તો શું કહેવું, ધોરણ છ સુધી ત્યાં ભણ્યા પછી, સાતમા ધોરણમાં Ganeshpura primary schoolમાં એક વર્ષ ભણવાનું થયું.. આ સ્કુલ લાઈફ પણ ઘણું ખરું શિખવી ગઈ.. ત્યાર બાદ અમારા વિસ્તારની માનીતી K. & M. P. patel Boyz highschool માં એડમીશન મળ્યું...8-9-10 ત્યાં ભણ્યા પછી  હવે ચાલું થઈ ખરેખરી જીંદગી....
                10th પછી કોલેજનું પહેલું જ વર્ષ.. Diploma engineering ની શરુઆત થઈ સુરતની જ ગાંધી એન્જીનીયરીંગ કોલેજમાં. આ પાછળ પણ ઘણા એવા કારણો હતા જે અહીં હમણાં તો શેર કરવા પુરતાં નથી.
કોલેજનું એડમીશન અને પછી પહેલું જ વર્ષ ધરની આર્થિક સ્થિતિ ને અનુરૂપ ચાલવું અને પપ્પાનો થોડો સહારો બનવું,  આમ દરરોજના બાર કિલોમીટર કોલેજ સાઈકલ લઈને જવું એ પોતાનામાં જ બહું મોટી જીત હતી... કારણ કે કદાચ એ પહેલા તો હું મારા વિસ્તારમાંથી ક્યાક બહાર પણ એકલો ગયો નહોતો.
પહેલા વર્ષ સુધી તો બધું જ બરાબર ચાલ્યું, પણ કહેવાય છે ને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો એ જીવન જ શું કામ નું...
એક દિવસ ડેયલી રુટિન પ્રમાણે કૉલેજ જવા તો નિકળ્યો, પણ એ દિવસે સાયકલ પર નહીં, ઓટો રિક્શા માં અને અડધે પહોચતાં જ એ રિક્શા અને કારની જબરજસ્ત ટક્કર થઈ, મારા જમણા પગનો ઉપરનો ભાગ (thy) ટુટ્યો.. લાગતું હતું કે હવે સરખું ઊભું પણ નઈ થવાય, પણ મારા ફેમિલીની પ્રાર્થનાએ ફરી એક ચાન્સ આપ્યો... ઓપરેશન થયું ને આજે ફરી એકવાર હું cricket રમતો થઈ ગયો..એ લાઈફ નો toughest દિવસ પણ ધણુ શિખવાડી ગયો.
                 સુરતની એ કોલેજના એ ત્રણ વર્ષો લાઈફના બધાથી યાદગાર વર્ષો.... ઘણાં લોકોની ઓળખાણ કરાવી.. ઘણાં મિત્રો આપ્યા જે ફેમિલીથી કમ નથી.. જોતજોતામાં ત્રણ વર્ષો કેમ નીકળી ગયા તેનું ભાન જ ન રહ્યું એન્જીનીયરની ડીગ્રી મેળવી હવે લાઇફે આગળ વધવાનું હતું and બેચલર ઓફ એન્જીનીયરીંગ માટે  VGEC, અમદાવાદમાં એડમીશન...
 કોઇકે સાચું કહ્યું છે સપનાંઓ જોતાં જ રહેવા જોઈએ...જોતજોતામાં જ લાઈફે હાથમાં પેન પકડાવી, ફરી એક નવું સપનું ....,અને શરુઆત થઈ akkido🖎ની..
               સુરત અને હવે અમદાવાદ આ બંને cityએ ઘણું બધું શિખવ્યુ. એક એ જીવન જીવવાની પ્રેરણા આપી તો બીજા એ જીવતા શિખવ્યુ. એક એ ચાલવાની તાકાત આપી તો બીજાએ દોડતા શિખવ્યુ....
                આમ જીંદગીની દોડ મનભરીને માણી રહ્યો છું..
19 વર્ષો ની આ સફર તો જોરદાર  રહી.....આજે 20માં વર્ષનું સ્વાગત પણ કર્યું. and
to be continued😊

                       -akkido🖎

Comments

  1. Wah bhai
    Bhai tu engineering chodi de..writer bani ja....
    Really...

    ReplyDelete
  2. Suppppperb bro.
    Very inspiring biography..
    When i was going in flow while reading, and when i read the sentence "એક દિવસ ડેયલી રુટિન પ્રમાણે કૉલેજ જવા તો નિકળ્યો", i knew it now this is the emotional turn nd it must be of rickshaw accident..

    Really very nice..
    Keep it up, engineer cum writer mr. Akkido 😂😘🙌🎓👍

    ReplyDelete
    Replies
    1. thanks a lott brother 😊💖💖 it means a lott for me

      Delete

Post a Comment

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"