મમ્મીના પ્રેમનું પ્રતિક- 'થેપલા'

' અરે,  તમને ખબર છે.. મમ્મી એ મારા થેપલાના ડબ્બામાં આખાય જહાનનુ સુખ ભરી આપ્યુ છે.'

થેપલા એટલે ખાલી લોટ અને મેથીનુ મિશ્રણ નહી હો.., મારા માટે તો થેપલા એટલે મમ્મીનો ભારોભાર પ્રેમ અને મારી ચિંતા. એવું નઈ કે મારા એકલા માટે, મારી જેવા જ બીજા ઘણાઓ માટે થેપલા નો અર્થ આવો જ કઇંક હશે.

પર્સનલી મારી જ વાત કરું તો ભલે એ સુરત થી અમદાવાદ જવાનું હોય કે પછી ક્યાંક બહારગામ જવાનું હોય, પણ મારી સાથે એ મમ્મીના થેપલા ની કંપની તો હોય જ. પેલું મુવી છે ને,   love Nii Bhvaai એમા થેપલાનો ખુબ જ સરસ meaning કહ્યો છે, થેપલા એ તો ગુજરાતી મમ્મીઓ ના National Food ની જગ્યા લઈ લીધી છે. મારી પણ દરેક Journey માં એ થેપલા તો મારી સાથે જ હોય છે. અરે આ થેપલા મમ્મી સામે જ બેસીને જમાડતી હોય એમ ફીલ કરાવે છે. ધણી વાર એમ થાય કે કોઈ લાંબી સફર હોય અને સાથે મમ્મીના થેપલા... પછી શેની જરૂર આપણને....!

જે દિવસે મારે અમદાવાદ જવાનું છે એમ વાત મળે એટલે મારા બેગમાં થેપલાનું એ પેકિંગ રેડી જ હોય. સાચે જે મજા થેપલાની છે તેની આગળ તો બહારનું એ Fastfood સાવ જ ફિક્કું લાગે.

"મમ્મીની પણ દરેક વાતો અનોખી હોય છે હો. પાસે બેસીને થેપલા તો પેક કરતી જાય અને સાથે સાથે બધાં સાથે ભેગા મળીને ખાવાનો સંદેશ આપતી જાય, સાથે સાથે એમ પણ કહે ટાઇમસર ખાઈ લેજે જેથી તે બગડી ન જાય, આમ જાણતાં અજાણતાં જ મમ્મી ઘણુંબધુ શિખવાડતી જાય." અને હા, આ હોસ્ટેલ લાઈફ ના અને થેપલા સાથેના પાછળના બે વર્ષનાં અનુભવ પરથી એટલું તો કહી જ શકું કે, એ થેપલા આખો દિવસ ભલેને પડ્યા રહે પણ એ બગડતાં નથી, ન તો તેના પર કોઈ ફુગ ચડે,  ન તો તેના સ્વાદ માં કોઈ ફેર પડે, અરે તે બગડે પણ ક્યાંથી મારી મમ્મીનો એ પ્રેમ એને બગડવા જ ન દે.

અને હા, let me clear this, હું કોઈ ખુબ મોટો થેપલાલવર પણ નથી, પરતું પાછલા બે વર્ષો માં થેપલા મારી લાઈફમાં મહત્વનું સ્થાન ધરાવે છે. હવે તો એ ટ્રીપમાં મજા જ શું જે ટ્રીપમાં થેપલા જ ન હોય...? કોઇક એ સાચું જ કહ્યું છે....
  "ભગવાનન દરેક માણસો સુધી પહોચી શકતો નથી માટે જ તેણે માં નું સર્જન કર્યું છે"......
અને હું એમ માનું છું કે
 "મમ્મી પોતાના બાળકો સાથે બધે આવી શકતી નથીં, માટે જ તેણે થેપલા નું સર્જન કર્યું છે😅"

એ પણ સાચું છે કે થેપલા દરેક ગુજરાતી ફેમિલીથી Belong કરતાં એ સ્ટુડન્ટ્સ, હોસ્ટેલરસ્ ના બેગમાં ભરી આપવામાં આવ્યા હોય જ છે. અરે થેપલા ખાધાં પછીનો એ હાશ..! નો ઓડકાર આપણને મમ્મી અને એ થેપલાની value સમજાવી જાય.

મારા માટે થેપલા મમ્મીની નિયમિતતા નું પ્રતિક છે.(symbol  of regularity) because બીજું કઈ ભલે સાથે ન હોય પણ મારી Journeyમાં થેપલા તો સાથે હોય જ. સાથે સાથે થેપલા મમ્મીના પ્રેમનું પ્રતીક તો ખરા જ.
થેપલામાં નાખવામાં આવતી મેથી ભલે કડવી હોય પરંતુ મમ્મીનો પ્રેમ એ થેપલાને એ પ્રકારે બનાવી દે છે  જે આપણને ક્યારેય કડવાં ન લાગે.

આ હતી મારી થેપલા વિશેની સ્ટોરી, શું તમારી પાસે પણ આવી જ કોઈક સ્ટોરી છે? આવું કોઈ Food છે જે તમને તમારી જ જીંદગી સાથે જોડતુ હોય..??

                        -akkido🖎

Comments

Post a Comment

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"