જીવનના 21 વર્ષો....
જીવનનું
આ અવિરત ચાલતું ચક્ર
અને તે જ ઘટમાળના
એક પાર્ટ બનીને ફરતા
આપડે. by the way, કુદરતનું આવું અદ્દભુત ‘creation’ એટલે માણસ. અને આ માણસ ની લાઈફ ના જુદા
જુદા phase જેમ કે બાળક, કિશોર, પુખ્ત વયનો માણસ, અને છેલ્લો વૃદ્ધ. આમ આ માણસ કુદરતે
સર્જેલા આ જુદા જુદા અને અદભુત ચક્ર માંથી પસાર થાય છે. પસાર થાય છે એમ નહીં, પણ આપણે
સૌ કોઈએ તેમાંથી પસાર તો થવાનું જ છે. 'બાળકનું બાળપણ, યુવાનીનો અદમ્ય ઉત્સાહ, પુખ્તવયની
કોઠાસુજ અને છેલ્લે ઘડપણનો અનુભવ અને આ બધાનું combo pack એટલે માણસ. આમ માણસ ની ઘણી
બધી વ્યાખ્યાઓ આપડે ઘણા બધા પાસે થી સાંભળતા જ હોઈએ છીએ.
હું
21 વર્ષનો થઇ ગયો, આ
જીવનની એક એવી સફર
છે, જ્યાં જિંદગીના 21 વર્ષો
કેમ કરતા નીકળી ગયા
તેની ખબર જ ના
રહી. બાળપણમાં રમકડાંઓ સાથે રમતો માણસ,
આજે લોકોની લાગણીઓ સાથે
રમતો થઇ ગયો. બાળપણમાં
સારા-નરસાનો ભેદ ન
સમજતો એ છોકરો આજે
જગત આખાને ઓળખી ગયો. બાળપણમાં
પપ્પાના ખભે બેસવાવાળો એમનો
એ લાડકાને આજે પપ્પા ને
ગળે મળવાનોય ટાઈમ નથી. આમ
એ બાળપણ ની સાથે
ઘણું ખરું, ઘણું બધું,
બદલાતું ગયું. બાળપણમાં સપનાઓ
ઘણા બધા હતા, અરે
સપનાઓ તો ખૂટતા જ
નહોતા પરંતુ અત્યારે છે
તેટલી તાકાત પણ નહોતી
ને, અત્યાર જેટલું knowlage
પણ નહોતું ને. હવે
જીવનના આ phase માં સપનાઓ પણ છે, અને તેને પુરા કરવાની
તાકાત અને જોશ પણ, પરંતુ તે છતાં આપણે આપણા બાળપણ ને ખુબ જ મિસ કરતા હોઈએ છીએ.
હું પણ બધાની જેમ
મારા બાળપણને ખુબ મિસ કરું
છું. ત્યારનો હું અને આજનો
હું બન્નેમાં જમીન આસમાનનો ફરક
છે. બાળપણમાં નહોતું કોઈ ટેંશન
નહોતી કોઈ નોકરી માટેની
ભાગદોડ, કે નહોતી કોઈ
હરીફાઈ બસ પોતાનામાં જ
મસ્ત બનીને ફરતા આપણે.
સવારથી સાંજ સુધી ખાવાનું,
થોડું ભણવાનું, રમવાનું, અને ઊંઘવાનું જ,
બસ આવી જ દિનચર્યા
હતી ને આપણા બધાની
જ, અને હવે.....! હવે
તો આપણને ઊંઘવા માટે
પણ કલાકો ગણવા પડે
છે. નાનપણમાં મમ્મી પાસે જમવાની
વરણાગી કરતા આપડે આજે
જમવા માટે મમ્મીના એ
હાથ શોધતા હોઈએ છીએ. નાની
વયે ઘર પાસેની એ
નાનકડી ગલી માં દોડાદોડી
કરતા આપણે, આજે દોડીએ
તો છીએ પણ, કોઈ
ટ્રેઈન માટે, ક્યારેક બસ
માટે અને ક્યારેક જોબ
માટે. તો ઘણા આજે
પણ દોડે છે પણ
એ પેટ ઉતારવા માટે.
આપણા નિર્ણયો પણ આપણા મમ્મી
પપ્પા જ લેતા ત્યારે
સારું હતું, આપણે પોતાની
જાતને વધારે સિક્યોર માનતા.
અને હવે પોતાના નિર્ણયો
જાતે લેવા પડે છે
અને તેમાં પણ રિસ્ક
તો ખરું જ. ત્યારે પપ્પાના એક
રૂપિયાથી પણ ચહેરા પર
એટલી મોટી સ્માઈલ આવી
જતી ને, પણ હવે
કદાચ એ દસ હજાર
પણ આપણને ઓછા પડે
છે, હા ત્યારે એટલી
બધી જરૂરિયાતો પણ નહોતી ને,
કે નહોતી ત્યારે સારા
સારા નવા અને મોંઘા
કપડાં પહેરીને લોકોને બતાવવાની ઈચ્છા
ત્યારે તો એક નાની
ચડ્ડી અને ફાટેલી ગંજીથી
જ આપણો આખોય દિવસ
ક્યાં નીકળી જતો તેની
આપણને જ ખબર નહોતી
રહેતી. નજીકમાં કોઈક ના લગન
હોય અથવા તો હોઈ
કોઈક એવો માહોલ, ત્યારે
દિલ ખોલીને નાચી લેતા
આપણને આજે એક સ્ટેપ
પણ સરખો કરવા કોઈ
કોરીઓગ્રાફરની જરૂર પડે છે.
ત્યારે થયેલા એ ઝગડાઓ
ક્યારે 'કાંઈ' અને 'દો'
થી ક્યારે પાછા મિત્રતામાં
બદલાઈ જતા તેની આપણને
જ ખબર નહોતી રહેતી,
અને અત્યારે થયેલા ઝઘડાઓ ને
પોલીસ કેસ સુધી પહોંચતા
વાર નથી લાગતી. ત્યારે મમ્મીને બાથ
ભરીને જોર જોરથી રડી
લેતા આપણે આવું કંઈક
કરવા જઈએ તો આજુ
બાજુ વાળા લોકો ભેગા
થઇને કહેશે ..... આને
શું થઇ ગયું.....?
બાળપણ
એટલે જીવનને જાણવાની અને
માણવાની મજા આવી જાય
એવો અવસર. બાળપણમાં બધા
સાથે સંપીને રહેવાના સંસ્કાર
સાથે મોટા થયેલા આપણે
આજે '' ઇસ મેં તેરા
ઘાંટા, મેરા કુછ ની
જાતા'' સુધી ક્યારે પહોંચી
ગયા તેની આપણને ખબર
જ ના રહી. પરંતુ
એ વીતેલો સમય અને
ગયેલું બાળપણ ક્યારેય પાછું
તો આવવાનું નથી, પરંતુ તે
વીતેલી પળો જિંદગીભર સુધી
આપણા દિલ અને દિમાગ
પર છવાયેલી રહેશે.
👌👌
ReplyDelete👌👏
ReplyDeleteWahhhhh bhaii
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete😍👍
ReplyDelete😍👍
ReplyDelete