બહેન..
'સાઈડમાં બેસી જા, નઈ તો એક લાફો પડશે'
'ચલ ચુપ બેસ'
'તારે મારી સામે બોલવાનું નહી'
'મમ્મી સમજાવી દે આને, મારી સાથે મગજમારી ન કરે'
બસ આવાં જ વાક્યોના વોરમાં રમતા અમારા સંબધો, દર એકાદ બે દિવસમાં થતાં વિશ્વયુદ્ધો, ન્યાયાલયમાં એટલી દલીલ તો વકીલો પણ નઈ કરતાં હોય તેવી અનેક દલીલો અને સામસામા આવી ગયેલા અમે વગર ડીગ્રીના વકીલો. સવારે ઉઠતાંવેત જ એ ટાંગખીચાઈ નો દોર. ક્યારેક મારામારી પર આવી ગયેલું પબ્લિક. આવી તો અનેક પળો, અનેક ઝઘડાઓ, ક્યારેક એવા નાજુક પ્રસંગો નું સાક્ષી બનેલું અમારૂં બાળપણ. તમે સમજી જ ગયા હશો કોના સંબધોની વાત કરવામાં આવી છે, 'એક હઝારો મે મેરી બેહના હૈ' કરતાં પણ 'સાલી ચાપલી' મને તો વધારે પ્રિય છે.
ભાઈ-બહેનનો સંબધ પણ મને એટલો જ પ્રિય છે, તે ધણો અદ્ભૂત હોય છે નહીં; કદાચ સારા મિત્રો મળશે તેનો મને ખ્યાલ નથીં, પણ એક સારા મિત્ર બનવાની કે બનાવવાની શરૂઆત તો આપણા ઘરથી જ થાય છે તે અક્ષરસહ: ભાઈઓ તથા બહેનો થી જ થાય છે. જ્યારે હું બેઠોને આ સંબધોનો સરવાળો કરવા ત્યારે ઘણાંની બાદબાકી કરવી પડી પણ તે મારી બહેન માટેનો પ્રેમ જ હતો જેમાં ઉતરોતર વધારો થતો રહ્યો. ભલે આખોય દિવસ બહેન સાથે ઝઘડો થયા કરે પણ જો એક પણ દિવસ જો બહેન ઘરે ન હોય ને તો ઘર ખાલી સ્મશાન જેવું જ લાગે.
કદાચ દુનિયા માટે આપણે ભલે ગમે તેટલા કદરૂપા હોઈએ, કોઈક વાર દુનિયા આપણને સાંભળવા તૈયાર ન હોય પરતું એ બહેન જ છે જેમના પહેલાં હિરો તેમના ભાઈ અને પપ્પા હોય છે, એ બહેન જ તો છે જ્યા આપણે વિના સંકોચે મનની વેદનાઓ ઠાલવી શકીએ છીએ. જ્યારે હજારો આપણામા ખામી જણાવવા ઊભાં થઈ જાય પણ હજારો ખામીઓ માં પણ પોતાના ભાઈની સારી બાબત શોધીને આખીયે દુનિયાને બતાવે તે બહેન.
'દિવસમાં ગમે ત્યારે કોફી પીવાનું મન થયું હોય અથવા તો માથામાં તેલ માલીશ કરાવવી હોય...બસ આ બધી જ બાબતો માટે માત્ર એક જ નામ યાદ આવે તે છે 'બહેન', ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હોય કે પપ્પાની ડાટ પડી હોય આ બંને સમયે પાસે બેસી આપણને સમજાવે તે 'બહેન'.
ધરની પરિસ્થિતિને અનુરૂપ ચલાવી લે એ 'બહેન'.
પોતે થોડું ઓછું ખાઈ ને ભાઈનો ભાગ વધારે રાખે તે 'બહેન'.
બહેન જો મોટી હોય તો આખાય ઘરની જવાબદારી પોતાના શિરે લેતા ખચકાશે નહીં, તે પપ્પાનો સહારો બનવા મથશે. અને જો બહેન નાની હશે ને તો ઘરની દરેક નાનામાં નાની બાબતોનું પણ તે ધ્યાન રાખશે.
આમ, કોઈ બહેનના ભાઈ હોવું તેનાંથી મોટું સુખ પણ આપણને ક્યાંય ન મળે.
akkido🖎

Superb bro.
ReplyDeleteVery nice..😘😘😇