નવુ વર્ષ.


                 નવુ વર્ષ ઘણા બધા વિચારો નવા નવા ઈરાદાઓ સાથે આવ્યું તો ખરું, પરંતુ વર્ષને અંતે પણ ઘણાખરા અંશે તો આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં રહેવાના છીએ, કદાચ વર્ષની શરૂઆતના એકાદ બે દિવસ આપણે તેને નવું વર્ષ સમજીને આગળ વધીશુ,પરંતુ પછી આપણી આળસ તેને ત્યાંનું ત્યાં લાવી ને મૂકી દેશે.ઘણી વાર આપણે સૌ આપણી પોતાની એટલી મોટી વિશલીસ્ટ બનાવી લઈએ છીએ,તે પાછળથી ખરેખર આપણા માટે ખુબ મોટી લાગે છે એટલે કે આપણા ગજા બહારની લાગે છે.તેનું કારણ પણ કેવું !!!આપણને ઘણો મોટો કૂદકો મારવો હોય છે પણ તે કુદકા માટે આપણે એટલા સક્ષમ છીએ કે નહીં તેની આપણને ખબર નથી...જે કામ અથવા તો નવા વર્ષના ગોલ આપણા હોય છે તેને નાના નાના સ્ટેપ્સમાં પુરા કરવાની જગ્યા આપણને તો ઉતાવળ ઘણી હોય છે, પહેલા તો આપણે નક્કી કરવું પડે છે કે આપણે વર્ષમાં કરવાનું શું છે અને કઈ રીતે. સાથોસાથ પાછળના વર્ષનો હિસાબ કિતાબ પણ ધ્યાનમાં લેવો જરૂરી છે.પાછલા વર્ષની સરખામણીએ કઈ બાબતોની બાદબાકી કરવાની છે ને કઈ બાબતોમાં સરવાળો તે પણ જાણવું જરૂરી છે. પાછળનું વર્ષ ભલે જેમ રહ્યું તેમ, કેટલાક કામો આપણે કર્યા ને ઘણા કામ એવા હતા જે કરવાના રહી ગયા ને ઘણા કામ એવા હતા કે જેને કરવાની ઈચ્છા તો ઘણી હતી પણ ક્યાંક આપણે તે કાર્યોની શરૂઆત કરવામાં થાપ ખાઈ ગયા.
                  નવું વર્ષ નવા વિચારો ને નવા કાર્યો જો બધું આપણે નવું લેવા જશુ તો પેલા જુનાની તો આપણને વેલ્યુ નહિ સમજાય,માટે પહેલા તો વર્ષમાં પેલા જુના કામો ને પુરા કરીએ એવા નિર્ણય સાથે કે જેમાં નવા વર્ષનું જોશ હોય ને જુના વર્ષ જેવી ઇચ્છાશક્તિ.નવા વિચારોને આપણે એવી રીતે નાવીન્યપૂર્ણ બનાવીએ કે તે આપણી રોજબરોજની જિંદગી સાથે ગુંથાઈ જાય.સારા કામો, ઉંચા ધ્યેયો, મોટા લક્ષ્યાંકોને સિધ્ધ કરવા માટે વર્ષ નો પહેલો દિવસ મહત્વનો નથી,જેટલા ઉત્સાહથી આપણે વર્ષના પહેલા દિવસે તે કામને ઉપાડ્યું હતું તેટલો ઉત્સાહ કામના પાછળના તબ્બકામાં હોવો જોઈએ ને.ઘણી વખત વર્ષનો પહેલો દિવસ આપણે એટલો આદર્શપૂર્ણ જીવતા હોઈએ છીએ ને અને પછી આપણે એમ ઇચ્છીયે છીએ કે હવે મારુ આખુંય વર્ષ આવું જાય અથવા તો દિવસ જેવું જશે એમ માનીને બેસી જઈએ છીએ. આપણને ખબર છે કે દિવસ, સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી અરે આખીયે પ્રકૃતિ ત્યાંની ત્યાં છે, ફર્ક પડ્યો છે માત્ર કેલેન્ડરનો, ફર્ક પડ્યો છે આક્ડાઓમાં, તારીખમાં ને સાથોસાથ આપણા ઉત્સાહમાં. કહેવાય છે ને કે નવું વર્ષ આવતા આપણી આખો ખુલે છે, આપણા સૌ માં નવા વર્ષની શરૂઆત ના દિવસે એટલી હકારાત્મકતા આવી જાય છે, પણ તે માત્ર તે દિવસ પૂરતી હોય તેવું લાગે છે, બીજા દિવસે રોજિંદા કામ માથે આવતા ફરીથી આપણને નવા વર્ષ ના દિવસો પણ પેલું પાછળ ગયું વર્ષ તેના જેવા લાગવા માંડે છે
તો ચાલો શરૂઆત કરીએ આપણા જીવનના નવા અધ્યાયની. નવો અધ્યાય આપણા સૌ માટે સુખદ સાબિત થાય તેવા પ્રયત્નો આપણે આજ થી ચાલુ કરવા પડશે.આપણે વર્ષે પહેલા કરતા વધારે ખીલવાનું છે, નીખરવાનું છે.પોતાની જાતને એવી રીતે તૈયાર કરવાની છે જેના પરિણામો આપણા હિતમાં જાય. વર્ષે આપણા ભાવિનું ઘડતર એવી રીતે કરવાનું છે જે આપણી ઈચ્છાઓ અને માતાપિતાની આશાઓ  સંતોષવામાં મદદરૂપ નીવડે,મહેનત કરવાની છે આગળના લક્ષાંકો સિધ્ધ કરવા માટે,સાથો સાથ લાલચ અને પ્રતિષ્ઠાની ચાહના પણ છોડવી પડશે,મહેનત જો પુરી હશે તો પદ અને પ્રતિષ્ઠા સામે ચાલીને આવશે. ઘણું બધું શીખવાનું છે ને ઘણું બધું નવું કરવાનું છે,પોતાની જાત સાથે લડવાનું છે ને આળસને બાજુ પર મૂકી આગળ વધવાનું  છે.વખત આવ્યે થોડા કડવા નિર્ણયો પણ લેવાના છે જેના પરિણામો પણ આપણા પક્ષમાં હશે. સાથોસાથ માણસ બનવાની શરૂઆત પણ આજથી કરવાની છે ને પોતાને એટલી પોઝિટિવિટીથી ભરી દઈએ કે જયારે પણ આપણે સાવ અટવાયેલા હોઈએ અને રસ્તો ક્યાંય ના જડે ત્યારે તે હકારાત્મકતા આપણને ટેકો આપી શકે. સાથે સાથે સારા માણસ બનવા માટે મનનો ખોરાક જરૂરી છે, મનનો કચરો સાફ કરવા, મનને હષ્ટપુષ્ટ કરવા આધ્યાત્મ અને વાંચન પણ એટલું જરૂરી છે. અને તે સાથે પરવરદિગાર પર શ્રદ્ધા પણ ખુબ મોટો ભાગ ભજવે છે. ઈશ્વર સાથે છે તે ભરોસો મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આવી જાય ત્યારે એમ માની લેવું કે આપણે આપણો ઉદ્ધાર કરવાની શરૂઆત કરી દીધી છે. નાનામોટા સૌનો આદર, સાથોસાથ ઈમાનદારી, ધૈર્યનાં પાઠો પણ શીખવા મહત્વના છે. આપણે નવા વર્ષથી પોતાની અંદરના રાક્ષસ જોડે લડવાની શરૂઆત કરવાની છે, તેને હરવાની તૈયારી બતાવવાની છે , તેને પરાજિત કરીને પુરષોતમ જેવા થવાનું છે.ચાલો નવા વર્ષ ને સુખ સુવિધા સંપૂર્ણ રીતે નહીં પણ માણસ થઈને જીવાય ને તેવું બનાવીયે.    

Comments

  1. સંપૂર્ણ વર્ષ દરમિયાન મહત્વની યાદ રાખવા જેવી બાબતોનું ખૂબ જ સારી રીતે વર્ણન કર્યું! 👏😀

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"