21મી સદીમાં ભગવાન.

"God, અલ્લાહ ઓર ભગવાન,
ને બનાયા ઈક ઈન્સાન"

"ભગવાન" આખાય જગતમાં ભાગ્યે જ અપવાદરૂપ કોઈક એવું હશે જે આ નામથી પરિચિત ન હોય. ભાગ્યે જ કોઈ એવા નાસ્તિક હશે જે આ શબ્દને ન માનતો હોય, આ શબ્દનો ખરેખર અર્થ ન જાણતો હોય.પરંતુ પરમ પરિચિત પરમાત્મા તો પુથ્વીના કણ કણમાં વ્યાપેલા છે, એમ કહેવામાં આવે છે. તે આ સદીમાં ભલે ન દેખાતા હોય પણ તેઓ ડગલે ને પગલે આપણી સાથે છે તે તો નક્કી જ છે.
                પણ હવે, આપણે જ આપણા જ લોકોએ ભગવાનના પણ ભાગ પાડ્યા છે, ધર્મના નામે આજે ભગવાનને પણ છેતર્યા છે. જગતના પાદંડાથી માંડી ને પર્વતનુ પણ સર્જન કરનાર ભગવાનનો મોલ હવે રૂપિયામાં અંકાતો થયો છે,ભગવાનના પણ ભાવ-તાલ ચાલે છે. તેમણે જ સર્જેલી વસ્તુઓ તેમને જ ધરાવીને માનવી પોતાના સ્વાર્થની માગણીઓ તેમની પાસે કરતો આવ્યો છે. હવે તો એ સર્વશક્તિમાન પરમાત્મા પણ ધર્મના નામે ચાલતા ધતિંગો સામે લાચાર બન્યો હોય એમ લાગે છે.
                આ સદી ના લોકો પણ ગરીબી નહી, પોતાના મજહબ માટે લડે છે, આજે લોકો ભ્રષ્ટ અધિકારીઓને લાઈનમાં ન ઊભા રહેવું પડે અને જલદી કામ પતે તે માટે લાંચ આપે છે, અને જ્યારે તે જ લોકો કોઈ દેવસ્થાનમાં દર્શન માટે લાઈન લગાવે છે ત્યારે આ કળિયુગરૂપી કાળના દર્શન થાય છે. શોધવા જાવ અને ખરેખર પામવું જ હોય તો 'કંકર માં પણ શંકર છે' પરંતુ લોકો ભગવાનને ખાલી દેવસ્થાનોમાં, મસ્જિદોમાં, ચર્ચ માં જ શોધે છે એ પણ VIP એન્ટ્રીથી, VIP પાસથી આ કેટલી હદે યોગ્ય છે...?
                  શ્રધ્ધાના વિષયમાં પ્રશ્નાર્થ ન હોય પરંતુ જ્યારે એ જ શ્રધ્ધા અંધશ્રદ્ધામાં પરિણમેને ત્યારે તેના પરિણામ તેમના માટે સારાં નિવળતા નથી. મંદિરો મા ભગવાનને બહુમુલ્ય અલંકારો, સોના ચાંદીના મુગટ, મોટી મોટી ધજાઓ ચડાવવામાં આવે છે, મસ્જિદો માં ચાદર ચડાવવામાં આવે છે, પરંતુ એ જ આભુષણો ના પૈસાથી તે જ મંદિરની બહાર બેસીને ભિખ માગતા એ અપંગ  ભિખારીને જો એક ટંકનુ જમવાનું મળે, શું એ જોઈને સર્જનહાર રાજી ન થાય. મસ્જિદમા ચડાવવામાં આવતી એ ચાદર કોઈ ફુટપાથ પર સુતેલા કોઈ નાના બાળકના ઉઘાડા શરીર પર પાથરવામાં આવે તો અલ્લાહ શું બંદગી ન સ્વીકારે..?
                        મારા મતે તો હિંદુ ધર્મમાં હજીયે ઘણી રૂઢિચુસ્ત  માન્યતાઓ પ્રવર્તમાન છે.  આપણી જ વાત કરીએ તો શું આપણને ગદંકી માં રાખવામાં આવે તો શું તે ગમશે આપણને..? તો જરા વિચાર તો કરી જુઓ, આપણા જ પુંજા-સામગ્રીના કેટલાક સામાન દ્વારા તેમની પાસે ગદંકી થાય છે.શું તે સહન કરવા યોગ્ય છે..? વાત કરવામાં આવે ભગવાન શિવની, એ ત્રિલોકીનાથ જેમની જટામાં સોથી પવિત્ર એવા ગંગાજી છે, તેમને દુધની શી જરૂર ? શિવધામમા એ પણ શિવરાત્રિના ના દિવસે તો શિવજી પર કેટલાય લિટર દૂધનો અભિષેક કરવામાં આવે છે, તે બધું જ વ્યર્થ  ગટરમાં જાય છે. તેની બીજી બાજુ રોજિંદી મજુરી કરીને પોતાનો રોટલો રડતા એ ભાઈના બાળકોને દુધની જગ્યાએ પાણીથી કામ ચલાવી લેવું પડે છે. શું આ જોઇને ભોળા ભગવાન પ્રસન્ન થશે ખરા...? શિવજીને દુધ ચડાવવુ અનિવાર્ય હોય એવું કોઈ ગ્રંથોમાં લખ્યું છે એ તો મારી જાણ બહાર છે."ભગવાન તો ભાવનો ભુખ્યો છે" સાચે જ આ વાક્યને જીવનમાં ઉતારી પોતાના પ્રેમ, આદરભાવ અને માનવંતારુપી દુધ શિવજીને મનમાં જ ચડાવવામાં આવે તો તે તેમને અતિપ્રિય છે.
                 ઠેર ઠેર ધર્મના નામે લુટવાનો જ વેપાર ચાલે છે, લોકો ભાવથી નહી ભયથી ભગવાનનું પુજન કરે છે, પાખંડીઓ અને ઢોંગીઓ દ્વારા માણસનાં મગજમાં એવું બેસાડવામાં આવ્યું છે ને કે જો તમે આ નહી કરો તો તમારે ત્યાં આ થશે; ઘરે દિકરાનો જન્મ કરાવવો હોય તો આટલા પૈસા ખર્ચીને આ વિધિ કરાવવી પડશે. આમ ભયભિત થયેલા માણસો કઇંક માંગવાના ભાવ સાથે મંદિરમાં જાય છે.
                    શ્રધ્ધાના વિષયમાં પુરાવાની શી જરૂર... જો આપણી ભગવાન પર શ્રદ્ધા હોય તો ભગવાનને પણ આપણું સાંભળવું જ પડે છે, ભગવાન પણ આપણી પાસે દોડતા આવે છે જરુર છે માત્ર ઈશવિશ્વાસની. 21મી સદી એટલે પરીવર્તનની સદી. આજના આ યાંત્રિક યુગ માં માણસ ભૌતિક સુખ તો પામી શકે છે, પરંતુ આધ્યાત્મની બાબતે થાપ ખાઈ બેસે છે, શાંતિ અને મોક્ષ વચ્ચે જુજતો રહે છે. ચાર ધામની યાત્રા કરે છે, મક્કા મદિના હજ કરવા જાય છે, પરંતુ તે માત્ર શોખ ખાતર ? કે પછી દેખાદેખીને લીધે ? શું સાચે જ ભગવાન મેળવવાની તાલાવેલી છે?
                આપણા ભગવાન ક્યારે રાજી થાય??? સર્વધર્મસમભાવ ની ભાવના લોકોમાં આવે, લોકો પૈસા કરતાં માનવતાનું મુલ્ય સમજે, ધર્મ ના નામે લડવા કરતાં લોકો ગરીબી, લાચારી, અસત્ય સામે લડે ત્યારે એ ભગવાનને પણ ફરી ફરી આ ધરતી પર જન્મ લેવાનું મન થાય.
                          -akkido🖎

Comments

  1. Good bro .....and very nice

    ReplyDelete
  2. ખૂબ જ સુંદર રીતે આલેખન કર્યું છે 21 માં સદીના માનવમનમાં રહેલી ભગવાન પ્રત્યેની નિષ્ઠાનું.
    અલબત્ત, નિષ્ઠા કહેવું પણ યોગ્ય નહી લાગે.!!
    આ સદીને જોઈને તો આપે લખેલા લેખની શરૂઆતના બે લીટીના પંક્તિસ્વરૂપ બોલિવૂડ ગીતના શબ્દોને ઊલટાવવાનું મન થાય છે,

    "human, ઇન્સાન ઔર માનવ,
    ને બનાયા ઈક ભગવાન"

    હા, આજના માનવીએ એવા એક ભગવાનનું અસ્તિત્વ ઊભું કર્યું છે કે જે ભક્તો પાસેથી પૈસાની માંગણી કરે..!!
    જે કહે કે તમે આવી માન્યતા રાખશો, તેમ કરશો તો જ હું ખુશ થઈશ.!!

    સૌપ્રથમ તો આવા પાઘંડી ભગવાન (જે ખૂદને ભગવાન માને છે) ને ડામવાની જરૂર છે. 🙏🙏💐

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"