'મહાભારત - એક ભવ્યભારતની કલ્પના'

              'મહાભારત' શબ્દ સાંભળતા આપણી આખો સામે પ્રાચીન ઇતિહાસની ઝાંખી ઉભી થાય છે. આપણને એક યુદ્ધનો માહોલ દેખાય જેની સામે અત્યારના વર્લ્ડ વોર પણ નાના લાગે કુરુક્ષેત્ર નું રણમેદાન દેખાય, સાથે હજારો સૈનિકોની ભરમાર દેખાય, અરે તેમાં શ્રીકૃષ્ણ ને કેમ ભૂલી જવાય , એક તરફ અર્જુન ને ઉપદેશ આપતો કનૈયો દેખાય, તો બીજી તરફ પાંડવો ના પરાક્રમ નું દર્શન થાય.
                     તો થઇ પ્રાચીન ઇતિહાસની વાત, પણ અત્યારનો તો માહોલ અલગ છે. આપણે આપણા ભવ્ય ભારત ને ભારત ક્યાં રહેવા દીધું છે, 'આપણે તો તેને INDIA બનાવી બેઠા છીએ, મારી જાણ માં છે ત્યાં સુધી 'INDIA એટલે ગુલામ અથવા તો પછાતોનો  દેશ.' ભારતની આવી ડેફિનેશન પેલા અંગ્રેજો આપી ગયા છે.
              તે વખતનુ  મહાભારત  'ધર્મસંસ્થાપનાર્થાય' એટલે કે ધર્મની ફરી સ્થાપના  માટે,  અસત્ય પર સત્યના વિજય માટે, ભ્રસ્ટાચાર, બળાત્કાર ને ડામવા માટે, ભોળી અને ગરીબ પ્રજાના ન્યાય માટે અને જન-જન ના કલ્યાણ માટે થયું  હતું આપણે તો ભારત આખા ની defination બદલી  નાખી છેં. ઠેર ઠેર દુર્યોધન અને શકુનીનું રાજ છે.આજનો અર્જુન તો પોતાનામાં મસ્ત છે, એને ક્યાં પડી છે ભારત ની. આપણા અર્જુન તો movie થિયેટરમાં, પાનના ગલ્લા ઉપર ઉભા રહીને ઉલટા ના સામે ઉપદેશ આપે છે. આપણે કૃષ્ણને માનીયે તો છીએ, પણ તેમને પણ મંદિર સુધી રાખી મુકવામાં આવ્યા છે, તેમનો ઉપદેશ 'ગીતા' ઘર ઘર માં  જોવા તો મળે છે, પરંતુ તેના કોઈ ખૂણામાં તે ધૂળ ખાય છે. પૂજા પાઠના નામે દેખાદેખી નો દોર ચાલુ થયો છેહવે તો અંધશ્રદ્ધા અને બાબાઓ નું પ્રમાણ એટલી હદે વધ્યું છે ને કે હવે પૂજા પાઠ, કર્મકાંડ તો દૂર રહ્યા ખાલી કાંડ થાય છે. ઠેર ઠેર પૈસા પડાવી લેવાનો દોર ચાલે છે, માણસો સંસ્કારો નહિ પૈસા ના ભૂખ્યા છે, " પૈસો મારો પરમેશ્વર  ને હું પૈસાનો દાસ."  તેથી તો હવે કૃષ્ણ ને યાદ કરવા વાળા ઓછા થતા જાય છે.

               ઠેર ઠેર દ્રૌપદીં ના ચીરહરણ થઇ રહ્યા છે, દુષ્ટ દાનવો નું અટ્ટહાસ્ય કાન ફાડી નાખે તેવું છે. કદાચ તે સમય ના દ્રૌપદી જેવી માન મર્યાદા હવે ભુલાઈ છે. સ્ત્રી કે જેની રક્ષા માટે પોતે જગતના નાથને આવવું પડ્યું હતું, તે સ્ત્રીના વ્યક્તિત્વ ની ચર્ચા આપણે કરીયે એટલી ઓછી છે. ખરેખર તેવી ભારતીય નારી અત્યારના સમયમા મળવી મુશ્કેલ તો છે . બોલ્ડનેસ નો દોર ચાલી રહ્યો છે, બધા એકબીજાથી સ્માર્ટ, ગુડ લૂકિંગ દેખાવાનો પ્રયત્ન કરે છે પણ અંદર થી તો તેઓ એટલા કુપોશણના શિકાર હોય છે.
પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ ભારે તબાહી મચાવી રહ્યું છે. અરે તેઓ તેમની યુનિવર્સિટી માં ગીતા ભણાવી રહ્યા છે અને આપડે ગીતા ને મંદિર માં કે ઘર ના કોઈ ખૂણા માં ધૂળ ખવડાવી રહ્યા છે. આજના અર્જુન સિગારેટના કશ લેવામાં મસ્ત છે, પણ તેઓ પાર્થ ની જેમ પોતાનું લક્ષ્ય સાર્થક કરવામાં અસક્ષમ છે. અરે શું આપણે એવા ના બની શકીયે કે શ્રી કૃષ્ણ ને ફરીથી આપડી સમક્ષ આવવાનું મન થાયદોસ્તીના નામે દગા જાણીતા બન્યા છે, પ્રેમ ની તો પથારી ફેરવાઈ ગઈ છે, અહીં તો માણસ માણસ નો શત્રુ છે. જે મહાભારત ધર્મની રક્ષા માટે હતું આજે તો ધર્મના નામે ધતિંગ ઉગ્ર બન્યા છે. માં ભોમની રક્ષા ખાતર પોતાના જીવની બાજી લગાવનાર સૈનિકો સરહદ પર તો અડીખમ ઉભા છે, પરંતુ તરફ તેમના દેશના નાગરિકો તેમના માટે મુશ્કેલી બન્યા છે, તેઓ અંદરોઅંદર લડીને દેશને ખોખલો કરી રહ્યા છે.   
              શિક્ષણ માં સાઈન થિટા ને કોસ થિટા તો બરાબર પરંતુ જીવન જીવવાની સાચી સમજણ આપતું શિક્ષણ તો આજે જાણે લુપ્ત થઇ ગયું છે, મમ્મી પાપા ને તો પોતાના અર્જુન માટે ટાઈમ ક્યાં છે... બિચારા ને તો ખબર નથી પડતી કે વ્યવહારુ જ્ઞાન એને કોણ આપી શકશે. દિવસ ના ચોવીસ કલાક બિચારા નાનકડા અર્જુનને એવી રીતે ડિવાઇડ કરી આપવામાં આવ્યા છે ને કે બિચારો પોતે પોતાનો ગુલામ છે, પોતે સાવ એકલો છે એમ ફીલ કરતો થઇ ગયો છેરમતગમત થી તો ભાગ્યે તેને વાકેફ કરાવવામાં આવ્યો હશે, કારણ કે કૃષ્ણ ની જેમ ગેડી દડો નહીં તેને તો હાથમાં વિડિઓ ગેમ્સ અને સ્માર્ટફોન ની ભેટો આપવામાં આવી છે.

             આમ, આપણા  મહાપુરુષોના ભવ્યભારતની કલ્પના સાકાર થવાના આસાર ખુબ ઓછા છે, હા અત્યાધુનિક ભારતને 'મહાભારત - મહાન ભારત ' બનાવવું સહેલું તો નથી , પણ તે અશક્ય પણ નથી.     

   

Comments

Post a Comment

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"