એક કપરો અનુભવ.
આપણે ઘણી બધી જગ્યા
એ વાંચ્યું છે, સાંભળ્યું છે,
મુશ્કેલીઓ સામે ડરો નહીં,
ઉસકા ડટ કે સામના
કરો. પરંતુ ખરેખર એ
મુશ્કેલી ના એ સમયે
એટલું મનોબળ લાવવું ક્યાંથી
? એટલી સહનશક્તિ લાવવી ક્યાંથી ?, પણ
સાચું જ છે ને,
જિંદગી પણ આ શાળા-કોલેજ ના અભ્યiસક્રમ ની જેમ
આપણી પરીક્ષા લે છે....પરંતુ
ટાઈમ-ટેબલ આપ્યા વગર.
તે મોકો નથી આપતી
પ્રીપરેશનનો. તે એમ પણ
નથી કહેતી કે સાવધાન
થઇ જાઓ. પરંતુ એક
વાતતો જિંદગી વીશે બિલકુલ
સાચી, ભલે ને ગમે
તેટલી મુશ્કેલીઓ આવે, ખરાબ સમય
પણ આવે, પરંતુ એ
કાયમ માટે નથી ને.,
તે થોડી ક્ષણો કે
થોડા દિવસો પૂરતો હોઈ
શકે, અને એ કઠિન
સમયમાં જ આપણે જીવનને
નકારવા માટે બેસી જઈએ
છીએ. ઉપરવાળાને પણ ખરીખોટી સંભળાવીએ
છીએ, અને પછી પાછા
આપણને પ્રશ્નો થાય આવું મારી
સાથે જ શુ કામ
? મેં ક્યાં કોઈ નું
કઈ બગાડ્યું છે, મારી જિંદગી
જ સાવ બેકાર છે.
અને પછી આવા જ
પ્રશ્નો સાથે આપણે આગળ
વધતા હોઈએ છીએ, પણ
કહેવાય છે ને nothing is permenent, સમય ભલે
સારો હોય કે ખરાબ
એ વીતી જ જવાનો
છે, પરંતુ આપડે તો
આપડા ખરાબ સમયમાં તેને
માનવ માટે તૈયાર હોતા
નથી. સારો સમય જીવનમાં
ખોબે ખોબે સુખ આપતો
જાય છે, ને ખરાબ
સમય ઘણું બધું શીખવાડતો
જાય છે. પણ આપડે
તો એ સમયે શીખવામાં
નહીં પણ રોવામાં વ્યસ્ત
હોઈએ છીએને. તેથી જ
તો કોઈક એ સાચું
જ કહ્યું છે,
"મુશ્કેલીઓ
તો આવવી જ જોઈએ
જીવનમાં,
ખબર તો પડે આપણામાં
કેટલી તાકાત છે ફરી
પાછા ઉઠવાની"
આમ, ખરાબ સમયને
આપણે જાતે જ face કરીએ ને ત્યારે
જ આપણને તેની વિકરાળતાનું
દર્શન થાય, ખરેખર માણસ
કોઈ ને કોઈ મુશ્કેલ
પરિસ્થિતિઓમાં મુકાતો જ રહે
છે. કોઈ કે વાર
તે મુશ્કેલીઓ જાતે સર્જીને પોતે
જ તેમાં ફસાઈ જાય
છે ને કોઈક વાર
કુદરત તેના પરર કોપાયમાન
હોય તેવું તેને લાગે
છે. અને કદાચ કોઈ
મુશ્કેલીઓ આવે ત્યારે કુદરત
ને દોષ આપવો તે
પણ કેટલી હદ્દે યોગ્ય
છે?
આજે મારો
જ એક આવો અનુભવ
તમારી સાથે શેર કરવા
જઈ રહ્યો છું, ખરેખર
આવા કડવા અનુભવો જ
આપણને સાચા-ખોટા ની
ઓળખાણ કરાવી જતા હોય
છે. સો વાત છે
ત્યારની જયારે મેં મારા
10th પછી ડિપ્લોમા લઇને
એન્જિનિયરિંગ કોલેજ જોઈન કરી.
કોલેજનું પહેલું સેમ એટલે
કે પહેલા છ મહિનાતો
સારી રીતે નીકળી ગયા,
આ છ મહિના પણ
ઘણું બધું સમજાવી ગયા,
બહારની નવી દુનિયા જોવાનો
મોકો મળ્યો, સાથે ઘર
ની આર્થિક પરિસ્થિતિ અને
પપ્પાનો આશરો થવા હું,
13-14 કિલોમીટર જેટલું સાઇકલ ચલાવીને
કોલેજ જવું પડતું હતું. આમ
રિક્ષાભાડા ના મહત્વના પચાસ
રૂપિયા બચી જતા. પણ
હા એ 15કિમી નું
અંતર એ સાઇકલ સાથે
ક્યાં પૂરું થઇ જતું
તેની ખબર જ નહોતી
રહેતી, પછી ભલે ને
ગમે તેવો ગમે તેટલો
તડકો કેમ ના હોય.
અને સુરતમાં રહેતા લોકોને ખબર
જ હશે અમરોલીથી મજૂરાગેટનું
એ
અંતર.
બસ બધું જ બરાબર
ચાલી રહ્યું હતું, હવે
બીજા સેમની મીડ એક્સામ
માથે આવીને ઉભી હતી.
અને હા તે દિવસની
સવાર મને બરાબર યાદ
છે, સવારે ઉઠી નાહી-ધોઈ ને હું
કૉલેજ જવાની તૈયારી જ
કરતો હતો, પરંતુ તે
દિવસે અચાનક જ કેમ
શુ ખબર કેમ સુજ્યું
મને, મેં મમ્મીને કહ્યું
"મમ્મી, આજે હું સાઇકલ
લઇને નથી જવાનો, આજે
તો હું રીક્ષામાં જઈશ,"
એમ પણ હવે એકઝામ્સ
આવવાની હતી તેથી મમ્મી
એ પણ કહ્યું હવે થોડા દિવસો
તું રિક્ષામાં
જ જજે
જેથી પરીક્ષાના દિવસોમાં બીમાર ન પડાય.
તે દિવસે સવારના સમયે
હું મારી સાઇકલ વગર
કૉલેજ જવા નીકળ્યો, ઘરની
સામેના મંદિરે જલદી જલદીમાં
ભગવાનને પગે લાગ્યો, અને
મેઈન રોડ પર પહોંચીને
રીક્ષામાં બેસી ગયો. હવે
થોડી intresting વાત
છે, કારણ કે મુશ્કેલી
ક્યાં કોઈ ટાઈમ જોઈ
ને આવે છે. so,
આમ પહેલા તો હું
રીક્ષામાં પાછળ જ બેઠો
હતો, પણ અચાનક આગળ
જતા એ રીક્ષાવાળા ને
એક લેડીસ પેસેન્જર મળ્યા,
સો મારે રિક્ષામાં આગળ
બેસવું પડ્યું.
રીક્ષામાં
આગળ બેઠા પછી, રીક્ષા
આગળ વધી, અને પહોંચી
એક એવા રોડ પર
જે, oneway
હતો. It means, ત્યાં એક જ
નાનો એવો રસ્તો અને
અને બન્ને તરફ જવાવાળા
વાહનો સામસામે આવતા હોય, હું
બેઠો હતો રિક્ષાની ડાબી
તરફ, અને અચાનક જ એક
કાર સામે આવી અને
હું બેઠો હતો તે
રીક્ષા સાથે પુરજોશમાં તે
અથડાઈ।....ધડામ..!
થોડી વાર તો મને
કઈ જ ખબર ના
રહી, આંખ સામે બધું
જ blank blank થઇ
ચૂક્યું હતું. અચાનક મને
થોડું ભાન આવ્યું ત્યારે
હું રસ્તા ઉપર પડ્યો
હતો, મારી આસપાસ ઘણી
ભીડ હતી, અને મારા
ઉપર જ ઘણા લોકોનું
ટોળું હતું, મારાથી સહેજ
પણ કંઈક બોલાય એવી condition તો
હતી
જ નઈ. પહેલા
તો મને લાગ્યું મને
કઈ જ થયું નથી,
અને પછી અચાનક હું
મારો જમણો પગ ઉઠાવવા
ગયો, પણ પગની આંગળીઓ
સિવાય કઈ હાલ્યું જ
નઈ, અને પછી થોડું
ભાન આવતા ખબર પડી
કે મારો જમણો પગ
જાંઘ ના ભાગેથી તૂટી
ચુક્યો હતો. આજેય આ
ક્ષણો યાદ આવતા મારા
રુંવાટા ઉભા થઇ જાય
એ તો વ્યાજબી જ
છે ને., પરંતુ પહેલી
વાર મૃત્યુ ને આટલા
નજીકથી જોવાનો મોકો મળ્યો
હતો. એ ક્ષણો જાણે
મૃત્યુ સમાન જ હતી,
રીક્ષાના આગળ ના ડાબી
બાજુના ભાગે ઘોબો પડ્યો
હતો, અને મારા સિવાય
રિક્ષાના કોઈ પણ પેસેન્જર
ને કઈ વાગ્યું પણ
નહોતું. પછી એ ભીડ
માંથી કોઈક એ પપ્પાનો
નંબર માંગ્યો, હા....! મેં ત્યારે નંબર
આપ્યો એ પણ મને
હજીયે યાદ છે. અને
પછી અચાનક 108 આવી, જોતજોતામાં અનિચ્છાએ
108માં બેસવાની એ ઈચ્છા પણ
પુરી થઇ. મને સુરતની
સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો,
ત્યાં જોયું તો મમ્મી,
બા, પપ્પા આમ આખી
ફેમિલીના રડતા ચેહરાઓએ મને
થોડો વધારે રડાવ્યો, આ
અનુભવ લખતા લખતા અને
યાદ કરતા હજુય મારી
આખો ભીની થઇ જાય
છે.
તે વખતે ખરેખર
મારી હાલત ઘણી દયનિય
હતી. હોસ્પિટલમાં મારા આખા ફેમિલી
સીવાય, આજુ બાજુના લોકો,
અમારે ત્યાં જેને પણ
ખબર મળી એ , અને
નજીકના બધા તરત જ
ત્યાં આવી પહોંચ્યા, ખરેખ
તે દિવસે મને અને
મારા ફેમિલી ને સરકારી
સિસ્ટમ અને સરકારી હોસ્પિટલનો
કડવો અનુભવ થયો. પગની
હાલત ખુબ ખરાબ હતી,
અને ઓપેરશન માટે ઘણી
રાહ જોવી પડે તેમ
હતું, સો, ત્યાં થી
મને શિફ્ટ કરવામાં આવ્યો shasi orthopedic hospital, માં, ત્યાં બીજા
દિવસે મારા ઓપેરશનની મંજૂરી
લેવામાં આવી, ઓપેરશન વખતનો
પણ એ અનુભવ જાણવા
જેવો છે, પરંતુ એ
બીજી કોઈક વાર કહીશ,
ઓપેરશનના આગળના દિવસે તો
હું એ જ વિચારમાં
જ હતો શું હવે
હું ચાલી શકીશ ?, શું
હું મારા પગ પર
ફરી પાછો ઉભો થઇ
શકીશ ? શું હું ક્રિકેટ
રમી શકીશ ?, આવી ગડમથલોની વચ્ચે
સવાર પડ્યું, અંતે આવી ગઈ
ઓપેરશન થિયેટરની એ ઘડીઓ , મારુ
ઓપેરશન થયું પગમાં રોડ
એટલે કે સળિયો અને
સ્ક્રુ ફિટ કરવામાં આવ્યા,
હા... ખરેખર આ સમય
પણ ઘણું ખરું શીખવાડી
ગયો, અને બતાવી ગયો
કે મારા ફેમિલી માટે
હું શુ છું, તેઓનો
આટલો બધો પ્રેમ જોઈને
અત્યારે પણ પાંપણો ભીની
થઇ જાય છે, સાથે
સાથે હું એડમિટ હતો
તે વખતે કેટલા બધા
લોકો મારી ખબર જોવા
આવ્યા હતા, ત્યારે મને
સમજાયું કે ખરેખર ભગવાને
માણસોમાં માનવતારૂપી ગુણનું બહુ જ
અદભુત રીતે સર્જન કર્યું
છે. જેમ જેમ આ
વાતની જાણ થતી ગઈ
તેમ તેમ આશરે 500 જેટલા
લોકોતો હોસ્પિટલમાં જ મારી ખબર
જોવા આવી ચુક્યા હતા.
બીજી એવી ઘણી બાબતો
છે જેનો મેં આ
બ્લોગમાં સમાવેશ કર્યો નથી,
પરંતુ સાડા ત્રણ મહિનાનો
બેડ રેસ્ટ લીધા પછી,
પહેલી વાર મને વોકરના
સહારે ચલાવવામાં આવ્યો હતો, આમ
મારા માટે તો એ
દિવસ જીવનનો સૌથી કપરો
દિવસ હતો, એ સમય
સાચે જ કેટલું બધું
શીખવાડી ગયો, ફરી એક
વાર મારી ફેમિલી અને
જે લોકોને મારા પ્રત્યે
સંવેદના હતી તે બધા
ને દિલથી થેન્ક યુ
કહેવા માંગુ છું.
Comments
Post a Comment