હોસ્પિટલનો વોર્ડરૂમ

હું જન્મ્યો જન્મતાની સાથે જ આજુ બાજુ જોઉં તો આ કેવો શોરબકોર છે...

જોઉં છું ધોળા કપડાં માં ઉભેલા એ બે પાંચ લોકો શું ખબર કેમ મને જોઈ ને મલકાઈ રહ્યા  છે...


થોડી વાર તો વિચારમાં પડી ગયો હું શું સાચે જ તેમને મારા આવવાની ખુશી છે ?  કે પછી તેઓ પોતાના ફાયદા માટે જ હસી રહ્યા છે....

હવે બીજી તરફ જોઉં છું તો મને જેની આડ માં કે પાશ માં સુવડાવવામાં આવ્યો છે એ તે સ્ત્રી...

શું ખબર કેટલાય દિવસોથી મારી રાહ જોતી એ આખો માં આંસુ ના ઝળઝળિયાં મને દેખાય છે...

અને પછી અચાનક જ કેટલો બધો પ્રેમ એ ચુંબન સ્વરૂપે મારા ઉપર ઠલવાય છે...

અને ત્યારે જ મને સમજાય છે.,

આટલી બધી વેદના સહી મને આ દુનિયામાં લાવવાની જે તૈયારી બતાવી જાય છે ને એને માં કહેવાય છે...

અચાનક મારુ ધ્યાન આમ તેમ દોડતા એક વ્યક્તિ તરફ જાય છે...

શું ખબર કેમ આખીયે hospital ના વોર્ડ માં આજે  પેંડા વહેંચાય છે...

અને એ વહેંચતા એ વ્યક્તિ ના મુખ પર ના ભાવો જ મને ગદગદ કરી જાય છે...

હવે થોડી વાર પહેલા નું એ દ્રશ્ય મારી સામે પ્રસ્તુત થાય છે..

મારા આવવા પહેલા થતી ચિંતા ના ભાવો મને સમજાય છે...

તેમના કપાળ પર નો પરસેવો જ મને ઘણું બધું કહી જાય છે...

ધીમે ધીમે ભરાતા એ ડગલાં અચાનક મારી પાસે આવી ને થંભી જાય છે...

તેમની નરમાશ ભરી આખો માં મારા માટે અમૂલ્ય પ્રેમ ઉભરાય છે...

મને પોતાના બંને હાથો માં લેતા જ.,

હું કોઈ ખુબ મોટો ખજાનો ન હોઉં એમ મને જોઈ ને એ ખુશ થાય છે...

બસ પછી તો એ બંને હાથો માં મારા માટે અઢળક વહાલ અને પ્રેમ છલકાય છે...

આમ મારા માટે આખી દુનિયા સામે લડવાની એ તૈયારી બતાવી જાય છે તેને જ પિતા કહેવાય છે...

                                                                                                -  akkido


Comments

Post a Comment

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"