coffee વીથ Krishna...
वसुदॆव सुतं दॆवं कंस चाणूर मर्दनम् ।
दॆवकी परमानन्दं कृष्णं वन्दॆ जगद्गुरुम् ॥
I offer my obeisance’s to Lord Kṛṣṇa, the beloved son of Vasudeva, who killed the great demons Kaṁsa and Cāṇūra, who is the source of great joy to Mother Devakī; and who is indeed a world teacher and spiritual master of the universe.
બસ આવા જ શ્લોકો સાથે ઉગતું મારૂં સવાર, ભલે તે કદાચ મને અત્યારના Smart, Dashing, Yo લોકોથી જુદુ પાડતું હોય, ભલેને પછી મને જુના જમાનાના ફાટેલા ચોપડા સાથે સરખાવવામાં આવતો હોય. પરંતુ આવા શ્લોકો સાથેનું સવાર એટલે જીવનના જુદા જુદા રંગોમાં એક અનોખો રંગ ભરતો એક નવો જ અધ્યાય. તેમાં પણ દિવસની સવાર અને આખાય દિવસની શરૂઆત એ પણ શ્રી ક્રુષ્ણ સાથે.અરે આમ વિચારકો, પંડીતો, કથાકારોના ક્રુષ્ણ નહીં.
અને આમ શ્રી ક્રુષ્ણ કહેવું પણ થોડું વજનદાર લાગે છે ને, પણ મારી સવાર તો પેલા ગાયોના ગોવાળ, માખણના ખાનાર અરે માત્ર ખાનાર જ નહીં, માખણને ચોરનાર કનૈયા સાથે.
જરા વિચારો કોક દિવસ આ દુધ, દહી, માખણ ખાનારો મારી સાથે કોફી પીવા આવે તો, અરે આ વિચારને પણ પાસે બોલાવી બાથભરી લેવાનું મન થાય. પણ ચાલો માની લઈએ કે એક સવારે પેલો કનૈયો મારી સાથે કોફી પીવા આવ્યો. સમય જતાં કનૈયામાં પણ ધણો બદલાવ આવ્યો હશે તેવું આપણને લાગેને, પણ કાનુડાને તો તેના અસલ સ્વરૂપમાં જોવાની મજા છે, જે આનંદ છે તે અત્યારના આ જીન્સ પહેરેલા, છાતીએ ચુસ્ત ટી-શર્ટ જેમાં બાયસેપ્સ અને six-packs દેખાતા હોય, માથે મોરપીછંની જગ્યાએ PLAYBOY વાળી ટોપી હોય, હાથોમાં બંસરીની જગ્યાએ હેડ-ફોન હોય. શું આવો કનૈયો આપણને જોવો ગમશે...??? હા કદાચ આવી પર્સનાલીટીને લીધે પહેલી નજરમાં કનૈયો ગમી પણ જાય આપણને પરંતુ એ ગાયોના ગોવાળ, માખણના ચોરનાર અને માટી પણ ખાનાર આ Feel તો આપણા ગ્રંથોમાં વર્ણવેલા કનૈયા સાથે જ આવે.
દિવસની શરૂઆત જ આવી Powerful પર્સનાલીટી સાથે થાય તો......! દિવસની શરૂઆતમાં જ કનૈયો મને પાસે બેસાડીને માખણ ખાય તો......! અરે સવાર સવારમાં જ ગોપાલ મારી સાથે કોફીની ચુસ્કી મારી જાય તો......!
હવે વર્ણવવુ છે કાનુડાનું એ સ્વરૂપ એમની અજુબાસમી કાયા જેને એકવાર જુઓને પછી તો તેમના પરથી આપણી નજરો જ ન હટે. મારા મને આસપાસથી અથવા તો કોઈ ગ્રંથોમાં વાંચીને સાભંળીને જે કનૈયાની છબી બનાવી છે ને ખરેખર તે અદ્ભૂત છે.., જેમના અંગે અંગમાથી ઝરતુ માધુર્ય, અરે ચાંદ ને પણ શરમાવું પડે તેવું તેજ, શ્યામલી મનમોહક ત્વચા, તેમના ચહેરા પરના એક એક ભાવો કુદરતના સૌદંયનું દર્શન કરાવતા હોય, તેમનું હાસ્ય, તેમનું હાસ્ય એટલે તોફાને ચડેલો દરિયો પણ તેમના એક નાનકડા સ્મીતથી ક્ષમી જાય. તેમનુ ખડતલ અને ભરાવદાર શરીર, ટમટમતા તારલા જેવી તેજોમય તેમની આંખો, તેમના ચહેરા પર લહેરાતી લટો, તેમનાં અંગે અંગની શિથીલતા સાક્ષાત કામદેવ સ્વરૂપ, આમ માત્ર તેમને વિચારવા તે જ અદ્ભૂત, વિશ્વસનીય અનુભવ.
હવે શરું થયો સવાલ જવાબનો દોર, Coffee pe ચર્ચા..કાન્હા और મે. આજથી પાંચ હજાર વર્ષ પહેલાં અટવાયેલો અર્જુન હોય, કે પછી આ 21મી સદીમાં પોતાનાઓથી જ અળગો બનેલો અને પળે પળે બસ મુશ્કેલી મુશ્કેલી મુશ્કેલીઓમાં ફસાયેલો હું. આમતો ત્યારનો અર્જુન અને અત્યારનો હું, અમે બંને એક જ હરોળમાં આવીએ. આમ ત્યારના શ્રીક્રુષ્ણ અને અત્યારના કનૈયામાં તો ફરક એક ટાંકણીસમો પણ નહીં, પરંતુ અર્જુન બદલાઈ ગયો હતો. તેની નિરાશાના ચારણો બદલાયા હતા. ત્યારનો અર્જુન તો માત્ર નિરાશ જ હતો પણ અત્યારનો હું નિરાશ, હતાશ. આમ, આ ગીતાકાર સાથે Coffee ખુબ જ યાદ રહેવાની હતીં. જગતનો પાલનહાર પોતે મારી સાથે કોફી પીવા આવે.....Unbeliveable
part : 2
coming soon.
Nice one
ReplyDeleteSuperb bro..
ReplyDeleteMissing something... Who is kanaiya here.? Bt i think it will be completed after the rest part/s.
ખૂબ સુંદર વિચાર છે ભાઈ
ReplyDelete