ઈશ્વર

મેં જોયા તો નથી એમને, પણ મેં અનુભવ્યા છે. ઠંડી હોંય કે ગરમી, દિવસ હોય કે રાત,સુખ હોય કે દુઃખ એમ લાગે છે તે સાથે ન હોવા છતાં પણ તે હમેંશ સાથે છે. ક્યારેય આપણને વિચાર તો આવ્યો જ હશે ને સાચે જ ભગવાન ખાલી આમ મૂર્તિમય સ્વરૂપે જ હશે, તેઓ ખાલી મંદિરો, મઝીદમાં જ નિવાસ કરતા હશે ? આપણનેતો મંદિરે જઈએ ત્યારે અનુભૂતિ થાય કે હા આજે હું મંદિરે ગયો છું, ભગવાનને મળવા. તે સર્વવ્યાપી તો છે જ પરંતુ શું આપણે તેમની સર્વવ્યાપક્તામાં સાચે જ રસ દાખવીએ છીએ ? 
'કણ કણમાં ઈશ્વર, ને જીવ જીવ માં પરમેશ્વર'
આવી પંક્તિઓ આપણને મોટી મોટી ચેરિટી સંસ્થાઓ, દેવસ્થાનોમાં વાંચતા જ હોઈએ છીએ, પરંતુ તેને સમજવાની તેને ધ્યાનમાં લેવાની તસ્દી છે આપણી પાસે ? પૃથ્વી પરનો દરેક અંશ તેમની વ્યાપકતાનું દર્શન કરાવતો રહ્યો છે, પૃથ્વી પરનો જીવમાત્ર તેમના ચમત્કારોનું એક મોટું ઉદાહરણ છે. છતાં પણ આપણે તેમના હોવાના પુરાવાઓ શોધતા ફરીયે છીએ. કોઈક વાર આપણો વિશ્વાસ તેમના પ્રત્યે ઓછો જણાય છે.
'' ક્યારેક એવી ભયંકર મુશ્કેલીઓ આવી પડેને ત્યારે, ભગવાનને યાદ કરાય છે, અને પછી પણ જો એમ લાગે કે સામેથી સરખો રિસ્પોન્સ નથી મળતો ત્યારે, આપણું ધાર્યું નથી થતું ત્યારે અહીં તો ભગવાનને પણ બદલી દેવાય છે.''
હું મારા જ અનુભવોની વાત કરું તો, ઘણી વાર એટલી વિકટ પરિસ્થિઓમાં મને પણ એમ જ થાય છે, 'ભગવાન મારી સાથે જ કેમ આવું ?' પણ પછી મને ઈશ્વરનું સમયરૂપી સુદર્શનચક્ર મને બધું જ સમજાવી જાય છે. અને જો કદાચ ભયંકર પરિસ્થિતિ આવી પણ પડે ત્યારે ''તું મારો જ તો અંશ છે'' એમ કહીને ઈશ્વર પોતે જ એક નવો રસ્તો બતાવી જાય છે. ભગવાનને માત્ર આપડે ચમત્કાર જ સમજી ને બેઠા છીએ. આપણી લોકગાથાઓ અને કથાઓમાં ઈશ્વરનું અને તેમના ચમત્કારોનું આલેખન અદભુત અને મનોરમ્ય છે, પરંતુ સુ ઈશ્વર માત્ર ચમત્કારોથી જ ઓળખાય છે ? તેમની ચમત્કારિતાના ગુણગાનતો બરાબર છે, ઈશ્વરને એક પોઝિટિવ ઉર્જા તરીકે લઈને તેમના જીવનચરિત્રો નો અભ્યાસ કરવામાં આવે ત્યારે આપણને જણાશે કે ભગવાન માત્ર ચમત્કારોના જ આદિદેવ નહીં, ઈશ્વર એટલે તો, સત્ય,પ્રેમ,કરુણા. ઈશ્વર એટલે માત્ર આશીર્વાદ આપવા માટે ઉઠેલા હાથ જ નહીં, ઈશ્વર એટલે તો સારું જીવન, સારા કાર્યોં કરવા પ્રેરતા અનેક હાથો. ઈશ્વર એટલે માત્ર રાક્ષસો અસુરો ને સંહારવા ઉઠેલા હાથ નહીં, ઈશ્વર એટલે તો આપણને ખોટા રસ્તેથી ઉઠાવીને સાચા માર્ગોનો બોધ કરાવતી એ અદ્દભુત શક્તિ. ક્યારેક સવાલ થાય કે હા માન્યું કે ભગવાન તું છે, પણ દેખાતો કેમ નથી ? અને પાછો આ સવાલનો જવાબ તો મારી આખો સામે જ હોય છે, જાણે તે પોતે જ કહેતા હોય છે 'વત્સ, તારા ચહેરા પરની આ ખુશી નું કારણ કોણ હું જ ને ?, તારી ભૂખ નું પણ કારણ હું જ, તું જમે એને પચાવનાર પણ હું જ. તને જો ઠોકર વાગી જાય તો તારા ઘા ને રુઝવનાર પણ હું જ. પ્રેક્ટિકલી મારા દરેક સવાલના જવાબો તેમની પાસસે છે જ. માત્ર જરૂર છે, તેને અનુભવવાની, તેને ઓળખવાની. આવો હમણાં નો મારો એક નાનો અમથો અનુભવ, આ થાય તો છે આપણા બધા સાથે પણ આપડે આનાથી ઈશ્વરની અનુભૂતિને એટલું પ્રાધાન્ય આપતા નથી. ઈશ્વર છે અને તે પણ આપણી જ સાથે તેને એટલું ગણકારતા નથી. 
મારા અનુભવની વાત કરું તો, એ દિવસ હતો એકઝામ્સનો એક તરફ ખુબ જ હાર્ડ પેપરની બીક  ને બીજી તરફ નાપાસ થવાનો એટલો જ ભય, અને અમારા સૌની આખોમાં તે ભય ચોખ્ખો દેખાતો હતો. ધીમે ધીમે રાત થવા આવી, રૂમમાં  કોઈની પણ આંખોમાં ઊંઘ નહોતી, સૂવું તો બધાને જ હતું પરંતુ હાર્ડ પેપરની બીકને લીધે ઊંઘ આવે ક્યાંથી....., તેની સાથોસાથ આગળના પેપરના ઉજાગરો તો ખરા જ. રાત્રે 1.30ની આસપાસ, મેં સુઈ જવાનું વિચાર્યું  અને નિર્ણય કર્યો સવારે વહેલા ઉઠવાનો, શરીર પણ ઉજાગરાઓને લીધે ખુબ જ થાકી ગયું હતું, અને હા આમ ઘરથી દૂર રહેતા હોઈએ ત્યારે ''મમ્મી સવારે વહેલા ઉઠાડવા પણ ક્યાંથી આવે?'' માટે સવારે કોઈ પણ ભોગે વહેલા તો ઉઠવાનું જ હતું, અને ઊંઘની તીવ્રતા પણ ભયંકર હતી. મેં ફોન લીધો અને સવારે 5.25 નું એલાર્મ મૂક્યું.
5:30,5:35 આવા છ-સાત એલાર્મની આખી સિરીઝ જોડી દીધી. હવે તો સૂતાંવેંત જ ઊંઘ આવી જાય તેમ પણ નહોતું, માથે પરીક્ષાનો ભય જે હતો. એલાર્મ મુક્યા બાદ આંખ બંધ કરીને ભગવાનને એક નાનકડી પ્રાર્થના કરી, 'હે ભગવાન, મારે સવારે પાંચ વાગ્યે ઉઠવું છે મને સારી ઊંઘ આપો' સવારે ઉઠીને અચાનક ટાઈમ સામે નાજાએ કરી તો અલાર્મ પહેલા જ મારી આખો ખુલી ગઈ હતી, ને ભીતરમાં ભવ્ય ઉત્સાહ હતો. હા કદાચ આ સાવ નાની અને સૅવસામાન્ય બાબત લાગે પરંતુ, આવી નાની નાની વાતો જ ભગવાન પ્રત્યેની મારી શ્રદ્ધાને વધુ મજબૂત કરે છે. તેમજ આવી નાની બાબતોને આપણે ચમત્કાર ન માનીયે, કારણકે આ આપડા સૌ સાથે ક્યારેક ને ક્યારેક ઘટી ચૂક્યું જ હશે, પરંતુ મને લાગે છે, આવી નાની બાબતોમાં જ ઈશ્વર પોતાના હોવાની પ્રતીતિ કરાવે છે. તેમને જાણવા કે જોવા મોટામોટા ચમત્કારોની જરૂર નથી. તેઓ મને ઊંઘ તો આપે જ છે, સાથે સાથે મને ઉઠાડવાની પણ જવાબદારી પોતે જ લે છે, તેથી જ તો આ ''મારો ઈશ્વર છે''.
જીવનની કેટલીક મુશ્કેલીઓની ઘડીઓમાં ઈશ્વર પોતે જ પ્રત્યક્ષ તો નહીં, પરંતુ પરોક્ષ રીતે આપણી મદદ કરે છે, અને આપણે એને અનુભવ્યું પણ હશે ને. સાથે સાથે ભગવાનને પ્રત્યક્ષ આવવાનું મન પણ થાય પરંતુ આપણામાં તેમને મળવાની તાલાવેલી, તેમના પ્રત્યે શ્રદ્ધા પણ એટલી જ જરૂરી છે.
   મિત્રો, તમારા પણ ઈશ્વર સાથેના સંબંધો કૈક આવા જ હશેને, તમને પણ પર્મેશ્વરના પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવો થયા જ હશે ને, તમે પણ તમારા અનુભવો જણાવી શકો છો, તમારા અનુભવોથી આપણને સૌ ને ઈશ્વરની વ્યાપકતાનો ખ્યાલ આવશે, તમારા અનુભવો ઈશ્વરના હોવાની પ્રતીતિ કરાવશે, તેમનામાં શ્રદ્ધા જન્માવશે....
તમે પણ શેર કરો તમારા અનુભવો, આપણે દુનિયાને બતાવશું...



-akkido

Comments

Post a Comment

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"